કાલાવડ રોડ આસ્થા સોસાયટી સામે કારે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત: મિત્ર ઘવાયો

14 February 2020 12:06 PM
Rajkot Saurashtra
  • કાલાવડ રોડ આસ્થા સોસાયટી સામે કારે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત: મિત્ર ઘવાયો

બન્ને મિત્રો ઘરે જતા હતા: પુરઝડપે આવેલી કારના ચાલકે અકસ્માત સર્જયો

રાજકોટ તા.14
રાજકોટના કાલાવડ રોડ આસ્થા સોસાયટીના ગેઈટ સામે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયુ હતું. જયારે અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ થતા સારવારમાં ખસેડયો હતો. આ અંગે શાપર પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ આદરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, મેટોડા જીઆઈડીસીમાં રહેતો મનોજ શીવરાજભાઈ અડલક (ઉ.24) અને તેનો મિત્ર આશિષ જ્ઞાનેશ્વર ચંડોકર (ઉ.20) બન્ને જીજે 03 એલએ 6231 નંબરની બાઈક લઈ મનોજના ઘરે જતા હતા જેમાં મનોજભાઈ બાઈક ચલાવતો હતો. ત્યારે મનોજભાઈના ઘર નજીક મેટોડા જીઆઈડીસીના ગેઈટ પાસે આસ્થા સોસાયટીના ગેઈટ સામે પુરઝડપે આવી રહેલી જીજે 03 ઈસી 8774 નંબરની કારના ચાલકે હડફેટે લેતા મનોજને માથામાં ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયુ હતું. જયારે તેનો મિત્ર આશિષ ચડોકારને શરીરે ઈજા થતા અત્રેની સિવિલમાં ખસેડાયો હતો.

આ બનાવ અંગે મૃતકના ભાઈ જયદેવભાઈ લક્ષ્મણભાઈ લોખંડેની ફરિયાદ પરથી જીજે 03 ઈસી 8774 નંબરની કારના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ કરી છે.


Loading...
Advertisement