જમીન માલિકીના દસ્તાવેજ વગર પ્રોજેકટ ‘રેરા’માં રજીસ્ટર્ડ નહીં થાય

14 February 2020 12:04 PM
Rajkot Saurashtra
  • જમીન માલિકીના દસ્તાવેજ વગર પ્રોજેકટ ‘રેરા’માં રજીસ્ટર્ડ નહીં થાય

માલિકીના પૂરતા પુરાવા-દસ્તાવેજ : મળવાપાત્ર એફએસઆઇ : ઉપરાંત ડેવલોપરને તબદિલના કિસ્સામાં રજીસ્ટર્ડ એગ્રીમેન્ટ કરવાનું હવે ફરજીયાત

રાજકોટ તા.14
રાજકોટ સહિત રાજયભરમાં બાંધકામ પ્રોજેકટના રજીસ્ટ્રેશનમાં જમીન માલિકીના દસ્તાવેજ-પુરતા પુરાવા ફીલ અપ નહી કરવામાં આવે તો કોઇપણ પ્રોજેકટ રેરામાં રજીસ્ટર્ડ કરવામાં આવશે નહી અને રજીસ્ટ્રેશન વગર પ્રોજેકટ શરૂ કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવા સૂચના-પરિપત્ર થયો છે. રેરા ઓથોરીટીએ નવી વિસ્તૃત ગાઇડ લાઇન જારી કરી છે.

ધ રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ), એકટ, 2016 તથા તે અન્વયે રાજય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ રીયલ એસ્ટેટ પ્રોજેકટના રજીસ્ટ્રેશન અંગે પ્રમોટર દ્વારા કરવામાં આવતી અરજી સાથે જુદા-જુદા દસ્તાવેજો રજૂ કરવાના થાય છે.

આ દસ્તાવેજો પૈકી લીગલ દસ્તાવેજો જેવા કે જમીન અંગેના ટાઇટલ અને નોન-એન્કમ્બ્રન્સ સર્ટીફિકેટ, ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ, પ્રફોર્મા ફોર એલોટમેન્ટ લેટર, પ્રફોર્મા ફોર એગ્રીમેન્ટ ફોર સેલ, પ્રફોર્મા ફોર સેલડીડ, ફોર્મ-બી મુજબ પ્રમોટર દ્વારા આપવામાં આવતી એફિડેવિટ વગેરેનો સમાવેશ થાય છે. રેરા ઓથોરીટી દ્વારા રજીસ્ટ્રેશન આપવામાં આવેલ પ્રોજેકટ તથા રજીસ્ટ્રેશન હેઠળના પ્રોજેકટના દસ્તાવેજોની ચકાસણી કરતાં રજૂ કરવામાં આવતા રજીસ્ટર્ડ ડેવલોપમેન્ટ એગ્રીમેન્ટમાં વિવિધ ઉણપો, ક્ષતિઓની સ્થિતિને ટાળવા માટે રેરા એકટ, રૂલ્સ અને રેગ્યુલેશનની જોગવાઇઓના સંદર્ભે ખાસ કરીને રજીસ્ટર્ડ ડેવલોપમેન્ટ એગ્રીમેન્ટમાં ક્ષતિ ન રહે તે માટે પ્રોજેકટ રજીસ્ટ્રેશન સમયે પ્રમોટર દ્વારા કરવામાં આવતી અરજીમાં સમાવિષ્ટ રજીસ્ટર્ડ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટમાં મુદાઓ આવરી લેવા ફરજીયાત છે.

રજીસ્ટર્ડ ડેવલોપમેન્ટ એગ્રીમેન્ટમાં એગ્રીમેન્ટ હેઠળની જમીનના સ્પષ્ટ માલિકી હુકમ દર્શાવતા દસ્તાવેજી પુરાવાની વિગતોનો ઉલ્લેખ થયેલ હોવો આવશ્યક છે. એક કરતાં વધુ જમીન માલિકો દ્વારા થતાં ડેવલોપમે5ટ એગ્રીમેન્ટમાં તમામ જમીન માલિકોની સહી હોવી આવશ્યક છે. પાવર ઓફ એટર્ની અન્વયે સહી થઇ રહી હોય તેવા કિસ્સામાં પાવર ઓફ એટર્ની કાયદા મુજબ રજીસ્ટર્ડ હોવો આવશ્યક છે.

એગ્રીમેન્ટ અન્વયેની જમીન ઉપર ડેવલપ કરવા ધારેલ રીયલ એસ્ટેટ પ્રોજેકટ માટે વિકાસ પરવાનગીમાં દર્શાવવામાં આવેલ સમગ્ર નકશા માટે કે તેના હિસ્સા/ફેઝ માટે ડેવલોપમેન્ટ એગ્રીમેન્ટ કરવામાં આવી રહેલ હોય ત્યારે વિકાસ કરવા પાત્ર પ્રોજેકટના કાર્પેટ એરીયાના વિકાસ માટે જરૂરી જમીન (વણવહેંચાયેલ કોમન એરીયા જમીન સહિત) માટે ડેવલોપમેન્ટ એગ્રીમેન્ટ થાય તે સુનિશ્ચિત કરેલ હોવું જરૂરી છે.

રજીસ્ટર્ડ ડેવલોપમેન્ટ એગ્રીમેન્ટમાં આવરી લેવાયેલ જમીન ઉપરની મળવા પાત્ર વર્તમાન એફએસઆઇ તથા ભવિષ્યની એફએસઆઇના હક્ક જમાીન માલિક દ્વારા આ એગ્રીમેન્ટ અન્વયે ડેવલોપરને તબદીલ કરવામાં આવી રહ્યા હોવા અંગે જોગવાઇ હોવી આવશ્યક છે.

રજીસ્ટર્ડ ડેવલોપમેન્ટ એગ્રીમેન્ટમાં ડેવલોપર દ્વારા જમીન માલિકને વળતર/અવેજની વિગત સ્પષ્ટ દર્શાવવાની રહેશે. વળતર ચુકવણીની રીત/પઘ્ધતિ અને ચુકવણી સમય સંબંધી જોગવાઇ સ્પષ્ટ દર્શાવાયેલ હોવી આવશ્યક છે. એક કરતાં વધુ જમીન માલિકો દ્વારા થતાં ડેવલોપમેન્ટ એગ્રીમેન્ટમાં ડેવલોપર દ્વારા પ્રત્યેક માલિકને તેના હિસ્સા માટે ચુકવવા પાત્ર વળતરની વિગતો સ્પષ્ટતા હોવી આવશ્યક છે.

ડેવલોપમેન્ટ એગ્રીમેન્ટ અન્વયે જમીન માલિક તથા ડેવલોપરની ફરજો, જવાબદારીઓ અને હક્ક સંબંધી જોગવાઇઓનો સ્પષ્ટ ઉલ્લેખ આવશ્યક છે. દરમ્યાન આ તમામ વિગતો સાથેનો રજીસ્ટર્ડ ડેવલોપમેનટ એગ્રીમેન્ટ પ્રોજેકટ રજીસ્ટ્રેશન અંગે ઓથોરીટી સમક્ષ રજૂ કરવા અભિપ્રેત હોઇ પ્રમોટરશ્રીઓને આ અંગે કાળજી લેવા સૂચિત કરવા આવે છે. અપૂરતા અસ્પષ્ટ તથા ઉપર દર્શાવેલ વિગતો સિવાયના રજીસ્ટર્ડ ડેવલોપમેન્ટ એગ્રીમેન્ટ આધારીત પ્રોજેકટ રજીસ્ટ્રેશનને પાત્ર બનશે નહી.


Loading...
Advertisement