કોરાના વાઈરસ હવે વૈશ્ચિક મહામારી: 25 દેશોમાં 570 ક્નફર્મ કેસ

14 February 2020 11:55 AM
India World
  • કોરાના વાઈરસ હવે વૈશ્ચિક મહામારી: 25 દેશોમાં 570 ક્નફર્મ કેસ

65000 લોકોને ચેપ લાગ્યો હોવાનો ભય: અનેક દેશોમાં ફફડાટ

જીનિવા તા.14
ચીનના હુવેઈ પ્રાંતના વુહાનથી શરુ થયેલો કોરોના વાઈરસ હવે વૈશ્ચિક મારામારી બનવાના સંકેતો છે. ચીનમાં મરણાંક 1667એ પહોંચ્યો છે, અને 60000ને અસર થઈ છે ત્યારે વિશ્વમાં 65000 લોકોને આ વાઈરસ આભડી ગયાનું જાહેર થયું છે. 25 દેશોમાં 570 ક્નફર્મ્ડ કેસો ક્નફર્મ પણ થઈ ચૂકયા છે. ગઈકાલે 80 વર્ષથી એક જાપાની વૃદ્ધા ચીન બહાર વાઈરસથી મૃત્યુ પામનારી ત્રીજી વ્યક્તિ બની છે.

જાપાની વૃદ્ધાના મૃત્યુ બાદ વડાપ્રધાન શિન્ઝો એબેએ તાકીદના શ્રેણીબદ્ધ પગલા જાહેર કર્યા છે. સરકાર આ માટે 14 કરોડ ડોલર વાપરશે. એમાં ટેસ્ટીંગ અને તબીબી સારવારની ક્ષમતા વધારવામાં આવશે, માસ્કનું ઉત્પાદન બમણું કરી મહીને 60 કરોડ માસ્ક બનાવવામાં આવશે. એ ઉપરાંત વાઈરસથી પ્રભાવિત નાના-મધ્યમ ઉદ્યોગોને ધિરાણ આપવામાં આવશે.

બીજી બાજુ, કોરોના વાઈરસે 1367 લોકોનો ભોગ લેતાં ચીનના પ્રમુખ શિ જિનપિંગ પોતે લોકરોષનો ભોગ ન બને તે માટે ટોચના અધિકારીઓની નોકરીઓ છીનવી રહ્યા છે.

હુવેઈ પ્રાંતના ટોચના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. વુહાનના સામ્યવાદી પક્ષના વડા જિયાંગ ચાઓસિંગની હકાલપટ્ટી કરી તેમના સ્થાને શાંધાઈના પુર્વ મેયર પિંગ યોંગની નિમણુંક કરવામાં આવી છે. જયારે વાંગ ઝોંગલિન મા ગુબોશિયાંગ પાસેથી પક્ષના મંત્રી તરીકે કારભાર સંભાળશે. નવા સ્વરૂપના કોરોના વાઈરસના ફેલાવો કાબુમાં લેવામાં નિષ્ફળતાથી લોકોએ સ્થાનિક અધિકારીઓ-નેતાગીરીની આકરી ટીકા કરી છે.

રોગચાળાના એપીસેન્ટર વુહાન અને હુએઈ પ્રાંતના શાસક સામ્યવાદી પક્ષના વડાઓની સાફસુફી અસરગ્રસ્તોની સંખ્યા રાતોરાત 15000થી વધુ 60000 થઈ એના પગલે કરાઈ છે.


Loading...
Advertisement