કેજરીવાલ કેન્દ્રને ‘છેડશે’ નહી: શપથવિધિમાં વિપક્ષોની બાદબાકી

14 February 2020 11:52 AM
India
  • કેજરીવાલ કેન્દ્રને ‘છેડશે’ નહી: શપથવિધિમાં વિપક્ષોની બાદબાકી

ફકત દિલ્હીના જ લોકોને આમંત્રણ: કાલે સવારે 10 વાગ્યે જુની કેબીનેટ જ ફરી સતા સંભાળશે

નવી દિલ્હી: આવતીકાલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના વા અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રીપદે શપથ લેશે. જો કે કાલની શપથ વિધિને કોઈ વિપક્ષોની એકમનો મારો શો કરવામાં આવશે નહી તથા દિલ્હી બહારના કોઈ રાજકીય નેતાઓ વિપક્ષી શાસનના મુખ્યમંત્રીઓને હાજરી આપવા માટે આમંત્રણ નથી.

ફકત દિલ્હીના જ અંદાજે એક લાખ લોકોને આમ આદમી પાર્ટીએ સોશ્યલ મીડીયા અને મોટાભાગના મતક્ષેત્રમાં લાઉડ સ્પીકર ફેરવીને હાજર રહેવા માટે જણાવાયું છે. દિલ્હીના દિકરાને આશિર્વાદ આપવા કાલે વધારશે તેવા સંદેશા પણ મોકલવામાં આવ્યા હતા. આવતીકાલની શપથવિધિ શકય તેટલી ભભકા વગરની પણ લોકોને પીવાના પાણી તથા છાયાની વ્યવસ્થા થઈ છે અને વૃદ્ધો, સીનીયર સીટીજનોને અલગ ખુરશીમાં બેસાડાશે તા.18 કે 19ના રોજ દિલ્હી વિધાનસભાની પ્રથમ બેઠક યોજાશે. જેમાં નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવરાવાશે.

કાલે કેજરીવાલ સરકારની જુની કેબીનેટ જ શપથ લેશે.
‘આપ’ ના સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી કેજરીવાલ વિપક્ષના નેતાઓનો જમાવડો કરીને તે મોદી સરકાર કે કેન્દ્ર વિશાળ છે તેવો સંદેશ આપવા માંગતા નથી.


Loading...
Advertisement