સી.એ.એ. તોફાન: 13 લોકો પર રૂા.21 લાખનો દંડ

14 February 2020 11:50 AM
India
  • સી.એ.એ. તોફાન: 13 લોકો પર રૂા.21 લાખનો દંડ

લખનૌ: ઉતરપ્રદેશમાં સી.એ.એ. વિરોધી આંદોલન સમયે થયેલા તોફાનમાં જે જાહેર મિલ્કતોને આગ ચાપવામાં આવી હતી તથા ખાનગી મિલ્કતોને પણ નુકશાન પહોંચાડયું હતું તેમાં લખનૌથી એક અદાલતે 13 લોકોને દોષીત ઠરાવીને રૂા.21 લાખનો દંડ ફટકાર્યો છે.

લખનૌના ટ્રાન્સ ગોમતી ક્ષેત્રમાં આ તોફાનો થયા હતા અને જારી મિલ્કતોને નુકશાન પહોંચાડાયું હતું. જેમાં પોલીસે સીસીટીવી ફુટેજ સહિતના આધારે આરોપીઓની ઓળખ કરી હતી તેઓ પર કુલ રૂા.21.76 લાખનો દંડ ફટકાર્યો હતો. જે તેઓએ 30 દિવસમાં ભરપાઈ કરવાનો રહેશે.


Loading...
Advertisement