કહા ગયે વો લોગ? એક વર્ષમાં કરદાતાની સંખ્યામાં 55% નો ઘટાડો નોંધાયો

14 February 2020 11:45 AM
Business India
  • કહા ગયે વો લોગ? એક વર્ષમાં કરદાતાની સંખ્યામાં 55% નો ઘટાડો નોંધાયો

ચૂંટણીમાં આ મુદો ચગાવાયો હોત તો દિલ્હી ભાજપનું જ હોત: મોદી સરકારે આવકવેરા મર્યાદા રૂા.2.50 લાખથી રૂા.5 લાખ કરતા ઝીરો-ટેક્ષ રીટર્ન મળ્યા: સેલેરી કલાસ કરતા નોન સેલેરી કલાસને વધુ ફાયદો

નવી દિલ્હી:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ એક મીડીયા હાઉસના સેમીનારમાં દેશમાં હવાઈ યાત્રા કરનાર કરતા આવકવેરો રીટર્ન ફાઈલ કરનારની સંખ્યા અડધી જ છે તેવો અફસોસ વ્યક્ત કરીને દેશના લોકોને પ્રમાણીકતાથી કરવેરો ભરવા અપીલ કરી હતી પણ કદાચ એક મહત્વનો મુદો હવે જાહેર થયો છે. વાસ્તવમાં ભારતમાં કરદાતાઓની સંખ્યા નહીવત છે. દેશની વસતિના 1% લોકો અને તેમાં 20 વર્ષ કે ઉપરની વયના લોકોમાં ફકત 1.6% લોકો જ આવકવેરા રીટર્ન ફાઈલ કરે છે. એક તબકકે સરકારે દાવો કર્યો કે નોટબંધીની એક અસરથી દેશમાં કરદાતાઓની સંખ્યા વધી છે પણ છેલ્લા એક વર્ષમાં કરદાતાઓની સંખ્યામાં ઘટાડો થયો છે.
એસેસમેન્ટ યર- 2018-19 એટલે કે 2017-18ના નાણાકીય વર્ષમાં રૂા.29 કરોડ લોકોએ આવકવેરો ભર્યો હતો. જેની સામે નાણાકીય વર્ષ 2018-19 (એસેસમેન્ટ યર 2019-20) માં 1.46 કરોડ લોકો જ કરવેરો ભરશે.

ખુદ મહેસુલ સચિવ સ્વીકારે છે કે દેશના 130 કરોડ મળી 1.50 કરોડ લોકો જ ખરેખર આવકવેરો ભરે છે. વાસ્તવમાં બજેટ પુર્વેના એક દિવસે 2018-19માં 3.3 કરોડ લોકોએ આવકવેરો ભર્યો હોવાનો દાવો થયો હતો તો પછી એક જ વર્ષમાં 1.83 કરોડ કરદાતાઓ કયા ગયા?

આ પ્રશ્નનો જવાબ છે ખુદ સરકારે આવકવેરામાં ગત 2019ની ચૂંટણી પુર્વે જે રૂા.2.50 લાખની આવક મર્યાદા રૂા.5 લાખ કરતા આ 1.80 કરોડ કરદાતાઓ રીટર્ન ફાઈલ કરવામાંથી જ બાકાત થઈ ગયા. જો કે તેઓએ રીટર્ન ફાઈલ કર્યા પણ ‘નીલ’ આ વર્ષે આવકવેરાના ડેયા કરે છે કે ડિસેમ્બર 2019 સુધીમાં 5.70 કરોડ રીટર્ન ફાઈલ થયા છે. જેમાં 4.3 કરોડ કરદાતાઓ તેની આવક રકમ રૂા.5 લાખ કે તેની નીચી દશામાં છે તેવી તેની ટેક્ષ જવાબદારી ઝીરો છે અને કુલ 2.2 કરોડ લોકો ઝીરો ટેક્ષ રીટર્ન ફાઈલ કર્યુ છે.

જયારે આ ડેટા કહે છે કે રૂા.5 લાખ કે તેથી વધુ આવક ધરાવતા લોકોની સંખ્યા 4% વધી છે. જે ગત વર્ષે 1.43 કરોડ હતી તે આ વર્ષે 1.49 કરોડ થઈ છે. વાસ્તવમાં સેલેરી કલાસ પર ટેક્ષનો બોજો વધુ છે. સેલેરી કલાસ સરેરાશ રૂા.76306નો ટેક્ષ ભરે છે જેની સામે નોન-સેલેરીવર્ગ રૂા.25753 નો ટેક્ષ ભરે છે.

આમ કરચોરીની અછત નોન સેલેરી આવક ધરાવનારામાં વધુ છે. વાસ્તવમાં મોદીએ કાર ખરીદનારાના આંકડામાં કયાંક ભુલ થઈ છે. આ વર્ષે 3.2 લાખ લોકોએ રૂા.50 લાખ કે તેથી વધુની આવક દર્શાવી છે.


Loading...
Advertisement