જોગસંજોગ: નવ વર્ષ પહેલાં હોલિવુડની ફિલ્મમાં બન્યું અદલ એવું ચીનમાં બની રહ્યું છે

14 February 2020 11:43 AM
Entertainment India World
  • જોગસંજોગ: નવ વર્ષ પહેલાં હોલિવુડની ફિલ્મમાં બન્યું અદલ એવું ચીનમાં બની રહ્યું છે

સત્ય ઘટના આધારીત ફિલ્મો બનતી હોય છે, પણ ફિલ્મની કલ્પના મુજબનું નવ વર્ષ પછી બની રહ્યું છે : ‘કંટેજિયન’ની સ્ટોરી અને દ્રશ્યો સાથે ચીનના કોરોના વાઈરસના ઘટનાક્રમોનું અજબનું સામ્ય

નવી દિલ્હી તા.14
તમને જાણી આશ્ચર્ય થશે કે જે કોરોના વાઈરસે આજે ચીનમાં હાહાકાર મચાવ્યો છે. અદલ એવું જ સાત વર્ષ પહેલા આપેલી હોલીવુડની એક ફિલ્મમાં બતાવાયું હતું. ફિલ્મમાં દર્શાવાયું હતું. અચાનક થયેલા વાઈરસ હુમલા સામે માણસ લાચાર છે. દિલચશ્પ વાત એ છે કે ફિલ્મમાં પણ વાઈરસની શરુઆત ચીનથી જ થાય છે. હવે સવાલ એ છે કે નવા વર્ષ પહેલાંનો ફિલ્મી મસાલો આજે હકીકત કેવી રીતે બન્યો, આવી મુંઝવણ વચ્ચે રશિયાના મીડીયામાં આવેલા કેટલાક અહેવાલો પર લોકો વિશ્વાસ કરવા લાગ્યા છે કે ચીનમાં જે કંઈ બની રહ્યું છે તે ષડયંત્રના ભાગ તરીકે ફેલાવવામાં આવ્યું છે.

વાઈરલ એટેક પાછળ અમેરિકાનો હાથ છે અથવા ચીનની વિષાણુ હથિયાર બનાવવાની લેબોરેટરીમાં આ વાયરસનો જન્મ થયો છે એવી અમેરિકાની વાતમાં સચ્ચાઈ હોવાનું લોકો માનવા લાગ્યા છે.

ચીનમાં કોરોના વાઈરસથી માર્યા ગયેલાઓની સંખ્યા 1300ને પાર પહોંચી છે અને 60,000 જેટલા લોકો વાઈરસની ચુંગાલમાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ રસી બનાવવા 18 મહિનાનો સમય લાગી શકે છે. વિશ્વની 60% વસ્તીને કોરોના વાઈરસનું જોખમ છે. હુવે કોરોના વાઈરસને વિશ્વ માટે આતંકવાદથી પણ મોટો ખતરો માન્યો છે.

ટેલીવુડ ફિલ્મ કંટેજીયનના ટ્રેલરમાં કોરોના વાઈરસની ઝલક છે. આ ફિલ્મ એક વાઈરસના ખતરા પર બનાવવામાં આવી હતી. તો શું 9 વર્ષ પહેલાં અમેરિકાને કોરોના વાઈરસ જેવા ખતરાનો અંદાજ આવી ગયો હતો! એ ફિલ્મમાં જે દેખાડવામાં આવ્યું છે તેવું આજે ચીનમાં બની રહ્યું છે.

કંટેજિયન ફિલ્મમાં પણ વાઈરસની શરૂઆત ચીનમાં થાય છે. આ ફિલ્મના ટ્રેલરના પ્રથમ દ્રશ્યમાં કાળા કેબલ-વાયરવાળા એક પુરાને બતાવવામાં આવ્યો છે. ફિલ્મમાં ડો. ચીયર્સ નામના પાત્રને વાઈરસનો મુકાબલો કરવા જવાબદારી આપવામાં આવે છે અને એ પછી તેનું મોત થઈ જાય છે. ચીનમાં પણ કોરોનાની પ્રથમ જાણકારી આપનારા ડોકટર લી બેનલિયાંગનું ગત સપ્તાહે સંદિગ્ધ સંજોગોમાં મૃત્યુ થયું હતું.

યોગાનુયોગ કરીએ કરી બીજું ફિલ્મમાં જે મશીનની મદદથી ડોકટર વાઈરસનો પતો મેળવે છે. હુબહુ એવા જ મશીનથી વુહાનમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓની ઓળખ કરવામાં આવી રહી છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે વાઈરસના કારણે કઈ રીતે માસ હિસ્ટીરીયા (લોક ઉન્માદ) ફેલાયો અને શહેરોના શહેર ખાલી પડયા હતા. અત્યારે ચીનમાં પણ આવું જ કંઈક બની રહ્યું છે. વુહાનના રસ્તાઓ ઉજજડ બન્યા છે. ફિલ્મ કંટેજીયનમાં ખતરનાક વાઈરસથી લાખો લોકો દમ તોડી દે છે. એમ્બ્યુલન્સમાં લોકોને લઈ જવામાં આવે છે.

ફિલ્મમાં વાઈરસના એન્ટીડોટ-મારણ બનાવવા ડોકટરને 500 દિવસ લાગે છે. હુવે પણ કોરોના વાઈરસના એન્ટીડોટ બનાવવા 18 મહીના એટલે કે 500 દિવસ લાગવાની વાત કરી છે. ફિલ્મ કંટેજીયનમાં વાઈરસ ફેલાવાનું કારણ ચામાચીડીયું હતું, કોરોના વાઈરસ પાછળ ચામાચીડીયાને જ જવાબદાર ગણવામાં આવે છે.
વુહાનમાં ઈમરજન્સી હાલતને પહોંચી વળવા ચીને પોતાની સેનાને કામે લગાડી છે. 2011ની આ ફિલ્મમાં પણ આવું જ બતાવવામાં આવ્યું હતું. કંટેજીયન ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે સિફટના ઉપયોગથી કેટલાય લોકોને એપ લાગ્યો હતો.

ફિલ્મો કયારેક સત્ય ઘટના પર આધારીત હોય છે, પણ પહેલીવાર એવું લાગે લાગે છે કે કોઈ મહામારી પર ફિલ્મ પહેલાં બની અને સત્ય ઘટના નવ વર્ષ પછી બની.

કંટેજિયન ફિલ્મનું કથાનક અને ચીનનો વાઈરસ
*ફિલ્મમાં દર્શાવાયેલા વાઈરસની શરુઆત ચીનથી થાય છે : કોરોના વાઈરસ પણ ત્યાં પેદા થયો
*ફિલ્મમાં ડો. મીયર્સ વાઈરસ સામે લડતાં મૃત્યુ પામે છે. ચીનમાં પણ વાઈરસની પ્રથમ જાણ કરી આવનારા ડોક્ટરનું મૃત્યુ થયું.
*ફિલ્મમાં વાઇરસનો પત્તો મેળવવા જે મશીનનો ઉપયોગ બતાવાયો હતો એવું જ ચીનમાં થઇ રહ્યું છે. ફિલ્મમાં રોગચાળાથી શહેરો ઉજ્જડ બની રહ્યાનું બતાવાયું છે. *વુહાનની આજે આવી જ હાલત છે.


Loading...
Advertisement