નાગરિકતા મુદ્દે કોઈપણ સાથે ચર્ચા માટે તૈયાર: અમિત શાહ

14 February 2020 11:39 AM
India
  • નાગરિકતા મુદ્દે કોઈપણ સાથે ચર્ચા માટે તૈયાર: અમિત શાહ

ગદ્દાર-ગોલીમારો-ભારત-પાકિસ્તાન જેવા વિધાનોથી અમોને નુકશાન થયું છે: સ્વીકાર: હજુ સુધી એક પણ વ્યક્તિએ એ કાનૂની સુધારો લઘુમતી-મુસ્લીમ વિરોધી હોવાનું અને કહ્યું નથી: ગૃહમંત્રી: હાર એ ચિંતન છે પછડાટ નહી: લોકસભા હાર્યા બાદ કેજરીવાલ છ માસમાં પરત આવ્યા જ છે: મતદાન મથકમાં શા માટે લોકો ચોકકસ બટન દબાવે છે તે જાણી શકાય નહી: પરાજયનો સ્વીકાર: જામીયા મુદે હું પોલીસ સાથે: આગજનીની પરવાનગી આપી શકાય નહી: સ્પષ્ટ સંદેશ

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ગદાર, ગોલીમારો અને દેશદ્રોહી શબ્દના ઉપયોગથી જ ભાજપ પરાજય મળ્યો તેવું સ્વીકાર કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના પુર્વ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે નાગરીકતા સહિતના મુદે સરકાર વાતચીત માટે તૈયાર હોવાનું જણાવ્યું. એક દિલ્હી ચેનલને આપેલી મુલાકાતમાં શ્રી શાહે સ્વીકાર્યુ કે દિલ્હીની ચૂંટણી સમયે પક્ષના કેટલાક નેતાઓના વિધાનોના કારણે પક્ષને મોટું નુકશાન થયું છે. અમારે ભારત-પાકિસ્તાન અને ગદ્દારો કે ગોલીમારો જેવા વિધાનો એપવા જોઈતા હતા નહી. આ તમામ વિધાનો કમનસીબ હતા.

જો કે ભાજપના કારમા પરાજય પર શાહે કહ્યું કે મતદાન અશકય લોકોએ શા માટે કર્યુ. બટન દબાવ્યું તે જાણવાનો કોઈ રસ્તો નથી. શાહે દાવો કર્યો કે ખોટા વિધાનો કરનાર લોકોની માટે તુર્ત જ અંતર બનાવી લીધુ હતું. શાહે સ્વીકાર્યુ કે દિલ્હીમાં પરિણામો અંગે મારુ જે અનુમાન હતું તે ખોટુ પડયું છે.

શાહે નાગરિકતા એકટનો બચાવ કરતા કહ્યું કે આ કાનૂની સુધારો ભેદભાવ ભરેલો કે પછી મુસ્લીમોની નાગરિકતા છીનવવા માટેનો હોવાનો આક્ષેપ થાય છે પણ હું પડકાર કરું છું કે આ કાનૂની સુધારા અંગે કોઈપણ સાથે ચર્ચા કરવા તૈયાર છું. શાહીનબાગમાં જેઓ ધરણા-પ્રદર્શન કરે છે તેની સાથે પણ જેઓ મારી સાથે ચર્ચા કરવા માંગતા હોય તેઓ મારી ઓફીસમાંથી સમય મેળવી શકે છે. હું ખાતરી આપુ છું કે ત્રણ જ દિવસમાં સમય ફાળવી અપાશે પણ ચર્ચા-કાનૂનની અને તેના સુધારાની યોગ્યતા પર જ થશે. તેઓએ કહ્યું કે જો થોડા લોકો નાગરિકતા સુધારા એકટનો વિરોધ કરતા હશે તો લાખો તેને ટેકો પણ આપે છે. તેઓએ જામીયા દેખાવ અંગેના એક પ્રશ્ર્નના જવાબમાં કહ્યું કે આ ઘટનામાં પોલીસની સાથે છું. કોઈને જાહેર મિલ્કત સળગાવવાનો અપરાધ નથી. પોલીસ જામીયા કેમ્પસમાં ગઈ હતી પણ વિદ્યાર્થીઓ આગજની ચાલુ કરવા જવું પડયું હતું.

ફરી દિલ્હી પર આવતા ગૃહમંત્રીએ કહ્યું કે અમો ફકત જીતવા માટે જ ચૂંટણી લડતા નથી છતાં પક્ષનો પ્રભાવ મળે તે ચોકકસ ઈચ્છીએ છીએ. દિલ્હીનો પરાજય એ ભાજપની વિચારધારાનો પરાજય તેમ કહી શકાય નહી. એક બાદ એક રાજયમાં ભાજપને જે રીતે પરાજય આપી રહ્યો છે તેના પર શાહે તેનાથી ભાજપની વિચારધારાને પછડાટ મળી નથી. કેજરીવાલ છ માસ પુર્વે જ લોકસભા ચૂંટણીમાં છેક ત્રીજા ક્રમે આવ્યા હતા તેનો મતલબ એ ન હતો કે તેને નકારી કઢાયા હતા.
તેઓએ ફરી એક વખત સીએએ અથવા એનઆરસીને મુસ્લીમ વિરોધી હોવાનું નકારતા ઉમેર્યુ કે મને આજ દિન સુધી એક પણ વ્યક્તિએ શા માટે તે મુસ્લીમ કે મુસ્લીમ વિરોધી છે તે બતાવી શકયા નથી. એનઆરસીને સીએએ સાથે જોડી શકાય નહી અને જે અમલી બન્યું નથી તેનો આગોતરા વિરોધ પણ કરી શકાય નહી. જયારે એનઆરસી આવે તો તેમાં વિરોધ કરવા જેવું હોય તો વિરોધ કરશે પણ એનઆરસી અંગે સરકાર કોઈ નિર્ણય હજુ લીધો નથી. કાશ્મીર અંગેના પ્રશ્નના જવાબમાં અમિત શાહે કહ્યું કે હવે જેને જવું હોય તે જઈ શકે છે. અરુણ શૌરી, યશવંતસિંહા જઈ આવ્યા પણ તેમને પબ્લીસીટી નહી મળતા ચૂપ છે.


Loading...
Advertisement