'કેમ છો ટ્રમ્પ' કાર્યક્રમમાં દેશના કોર્પોરેટ માંધાતા, સ્પોર્ટસ પર્સન્સને પણ આમંત્રણ

14 February 2020 11:04 AM
Ahmedabad Gujarat
  • 'કેમ છો ટ્રમ્પ' કાર્યક્રમમાં દેશના કોર્પોરેટ માંધાતા, સ્પોર્ટસ પર્સન્સને પણ આમંત્રણ

પ્લેટીનમ, વીવીઆઈપી, ગોલ્ડ કેટેગરી હેઠળ પાસ જારી કરાશે

અમદાવાદ તા.14
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 250 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે 24 ફેબ્રુઆરીએ બપોરે અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. વડાપ્રધાન મોદી સાથે સાબરમતી આશ્રમ અને મોટેરા સ્ટેડીયમ ખાતેના કાર્યક્રમ બાદ બપોરે 3 વાગ્યા આસપાસ એરપોર્ટથી વિદાય લેશે.

'કેમ છો ટ્રમ્પ' કાર્યક્રમની તૈયારીઓ:
*પ્લેટીનમ, વીવીઆઈપી અને ગોલ્ડ એમ 3 કેટેગરીના મહેમાન માટે સ્ટેડીયમ ખાતે અલગ પ્રવેશદ્વાર ફાળવવામાં આવ્યા છે. તદુપરાંત પ્લેટીનમ આમંત્રીતો માટે 1500 પાસ આપવામાં આવશે.
*દેશભરના ટોચના કોર્પોરેટ માંધાતાઓ પ્રતિષ્ઠિત સ્પોર્ટસપર્સન અને પ્રોફેશનલને આમંત્રણ આપવામાં આવશે.
*ગોલ્ડ કેટેગરી હેઠળ 5000 પાસ ઈસ્યુ કરવામાં આવશે.
*સ્ટેડીયમના આઉટફીલ્ડમાં પ્લેટીનમ અને ગોલ્ડ આમંત્રીતો માટે સોફા અને ખુરશીની વ્યવસ્થા કરાશે.

ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદી અને પ્રમુખ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ બપોરે 1.15 આસપાસ સ્ટેડીયમ ખાતે આવી પહોંચશે અને 2.30 વાગ્યે રવાના થશે.
કાર્યક્રમના ત્રણ-ચાર દિવસ પહેલા સ્ટેડીયમ સુરક્ષા એજન્સીઓને હવાલે કરી દેવાશે.


Loading...
Advertisement