સવારે અમદાવાદ, બપોરે આગ્રા, રાતે દિલ્હી .. જાણો અમેરિકી પ્રમુખ ટ્રમ્પ નું શેડ્યુલ

14 February 2020 03:28 AM
Gujarat
  • સવારે અમદાવાદ, બપોરે આગ્રા, રાતે દિલ્હી .. જાણો અમેરિકી પ્રમુખ ટ્રમ્પ નું શેડ્યુલ

ટ્રમ્પ બપોરે 12 વાગ્યે અમદાવાદમાં ઉતરાણ કરશે; 3-30 વાગ્યે સીધા આગ્રા જશે; રાત્રે દિલ્હી પહોંચશે
24મી ફેબ્રુઆરીનો દિવસ અમદાવાદ તથા મોટેરા સ્ટેડિયમ માટે યાદગાર બનવાનો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તથા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે વધુ એક વખત ‘હાઉદી મોદી’ જેવું દ્રશ્ય ખડુ થશે.

મોટેરા સ્ટેડિયમમાં અઢી કલાક (150 મીનીટ)નો કાર્યક્રમ થાય છે. ટેકસાસમાં હાઉદી મોદી કાર્યક્રમમાં 40,00 લોકો ઉપસ્થિત થયા હતા. ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમમાં તેનાથી ડબલ લોકો ઉપસ્થિત થશે. અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ તથા મોટેરા સ્ટેડિયમ સુધી રોડની બન્ને બાજુ હજ્જારો લાખો લોકો પણ ટ્રમ્પના પ્રવાસના સાથી બનશે.

‘હાઉડી મોદી’ કરતા ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમમાં ડબલ લોકો હશે

સાબરમતી આશ્રમમાં ટ્રમ્પના પ્રવાસ વખતે પ્રવેશ પ્રતિબંધીત રહેશે પરંતુ મોટેરા સ્ટેડિયમમાં એક લાખ લોકો ઉપસ્થિત થશે. ટ્રમ્પના હસ્તે સ્ટેડિયમનુ ઉદઘાટન થશે. ભારત અને અમેરિકી સુરક્ષા એજન્સીઓના 10,000 થી વધુ જવીનો હાજર રહેશે.

સુત્રોએ એમ કહ્યું છે કે ટ્રમ્પ અમદાવાદથી સીધા આગ્રા જાય તેવી શકયતા છે. પ્લાન તૈયાર કરાય રહ્યો છે. એરફોર્સ વન ઉપરાંત વીએચ3 ડીસી-પ્લેન તથા વ્હાઈટ ટોકસ પણ સુરક્ષામાં તહેનાત રહેશે. આગ્રામાં તાજ દર્શન બાદ ટ્રમ્પ દંપતિ દિલ્હી પહોંચશે. તેમના સન્માનમાં નરેન્દ્ર મોદી દ્વારા ડીનર રાખવામાં આવ્યું છે.


Loading...
Advertisement