હિંડોચા પરિવાર દ્વારા 16મો સમુહલગ્ન યોજાયો

13 February 2020 07:19 PM
Rajkot
  • હિંડોચા પરિવાર દ્વારા 16મો સમુહલગ્ન યોજાયો

નવ યુગલના પ્રભુતામાં પગલા : જયંતિબાપુએ આશિર્વાદ પાઠવ્યા

રાજકોટ તા.13
હિંડોચા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ તા.9 સાતોદડ ગામે શ્રી સુરાપુરા બાપાના મંદિર શ્રી નાગરાજ ધામ ખાતે લોહાણા સમાજની દીકરીઓ માટે 16માં સમૂહ લગ્ન પ્રસંગે નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડેલ હતાં. આ સમૂહ લગ્નોત્સવમાં રાંદલ માતાજીનું મંદિર દડવાના મહંત શ્રી જયંતીબાપુ તથા ઓલ ઈન્ડીયા રાજપૂત સમાજના પ્રમુખ પી.ટી.જાડેજા તેમજ લોહાણા મહાજનના પ્રમુખો અને સમાજના શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ઓલ ઇન્ડિયા રાજપૂત સમાજના પ્રમુખ પી.ટી.જાડેજાએ જણાવેલ કે ફક્ત હિંડોચા પરિવાર દ્વારા લોહાણા સમાજની દીકરીઓ માટે સમૂહ લગ્ન કરવામાં આવે છે. અને તે પણ પોતાની જ દીકરીના લગ્ન હોય તે રીતે કરિયાવર, મહેમાનોની આગતા સ્વાગતા અને વ્યવસ્થા ખુબ જ સુંદર રીતે કરવામાં આવે છે. તે બદલ હિંડોચા પરિવાર વંદનને પાત્ર છે. દીકરીઓને 125થી વધુ શુભેચ્છા ભેટ હિંડોચા પરિવાર તરફથી આપવામાં આવે છે.
આ પ્રસંગે દડવા રાંદલ માતા મંદિરના મહંત શ્રી જયંતીબાપુ તથા શ્રી પી.ટી. જાડેજાના વરદ્ હસ્તે નવયુગલો સોનાના મંગલસુત્ર અર્પણ કરી આશીર્વચન પાઠવેલ.
આ પ્રસંગે મુંબઈ સ્થિત હર્ષ હિંડોચા, ધ્રુવી હિંડોચા તથા સ્વ જયંતિલાલ વિઠલદાસ હિંડોચા, ગં.સ્વ.શ્રી હીરાબેન જયંતિલાલ હિંડોચા (હસ્તે આફ્રિકા વાળા ભાવેશભાઈ જેન્તીલાલ હિંડોચા) ઉપરાંત લંડન સ્થિત નવનીતભાઈ રણછોડદાસ હિંડોચા, ઇલાબેન હિંડોચા, નીલેશભાઈ હિંડોચા, સીરીશભાઈ હિંડોચા, શોભનાબેન હિંડોચા, નીતાબેન હિંડોચા, સંદીપભાઈ હિંડોચા તથા હિંડોચા પરિવાર દ્વ્રારા દીકરીઓને ખુબજ અદકેરો સહયોગ મળેલ છે.
16માં સમુહ લગ્ન પ્રસંગે દરેક ક્ધયાને સોનાનું મંગલસુત્ર, સોનાની બુટી, સોનાની વીટી, સોનાની ચૂક, સોફાસેટ, વોશિંગ મશીન, એલ.ઈ.ડી.ટીવી, ગોદરેજ કબાટ, પલંગ, ચુંદડી, પાનેતર, સાત જોડી કપડા, ડનલોપનું ગાદલું, મિક્ષ્ચર, ચાંદીના સાંકડા, મખમલ બ્લેન્કેટ, ઓછાડ સેટ, ટોસ્ટર મશીન, સુટકેશ તથા સ્ટીલના વાસણો તેમજ અન્ય ગૃહ ઉપયોગી કુલ 116 જેવી ચીજવસ્તુઓ દીકરીઓને શુભેચ્છા ભેટ તરીકે આપવામાં આવેલ.
લગ્નોત્સવને સફળ બનાવવા હિંડોચા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભુપતભાઈ હિંડોચા અને શ્રી દિનેશભાઈ હિંડોચાના માર્ગદર્શન હેઠળ કનુભાઈ હિંડોચા, નલીનભાઈ હિંડોચા, ગોવિંદભાઈ હિંડોચા, દિલીપભાઈ હિંડોચા, વિનસભાઈ હિંડોચા, ભાવેશભાઈ, હિતેશભાઈ, ઉમેશભાઈ, ભુપતભાઈ, પ્રતિક, મયુરભાઈ, નીલેશભાઈ હિંડોચા, જય હિંડોચા, મિત્રસેન હિંડોચા તથા ઉપરાંત પરેશ સોઢા, જયેશભાઈ સોઢા, નિલેષ દાસાણી, ચંદુભાઈ (જય ભવાની), ઉપરાંત હિંડોચા પરિવારના ભાઈઓ બહેનોએ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.


Loading...
Advertisement