ક્ષત્રિય રાજપૂત (ગિરાસદાર) સમાજનો તા.16/2 ના સમૂહ લગ્નોત્સવ

13 February 2020 07:17 PM
Rajkot
  • ક્ષત્રિય રાજપૂત (ગિરાસદાર) સમાજનો તા.16/2 ના સમૂહ લગ્નોત્સવ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ રાજકોટ જીલ્લા તથા શહેર દ્વારા : * સમૂહ લગ્નનું આયોજન છેલ્લા 15 વર્ષથી કરવામાં આવે છે * અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના સમગ્ર ગુજરાતના હોદેદારો પધારશે * તડામાર તૈયારીઓ

રાજકોટ, તા. 13
રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત લેવલે જ નહિં પરંતુ સમગ્ર વિશ્ર્વમાં રાજપુત સમાજમાં જે સંસ્થાનું અદકેરૂ સ્થાન છે તે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા તથા અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘ દ્વારા સમૂહ લગ્નનું આયોજન રાજકોટ ખાતે છેલ્લા 15 વર્ષથી કરવામાં આવે છે. આ ઉપરાંત અમદાવાદ, ભાવનગર, ભૂજ ખાતે પણ રાજપુત સમાજના સામાજીક ક્રાંતિનો પાયો નાખવામાં આવેલ છે.
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ રાજકોટ જીલ્લા તથા શહેર દ્વારા દર વર્ષની માફક આ વર્ષે ક્ષત્રીય રાજપૂત (ગિરાસદાર) સમાજનો સમુહ લગ્નોત્સવ તા.16/2ને રવિવારના પી.ટી.જાડેજા, આશાપુરા ફાર્મ, શીતલપાર્ક બસ સ્ટોપ પાસે 150 ફૂટ રીંગ રોડ ખાતે યોજવામાં આવનાર છે. તા.16/2 ના રોજ એન.કે.જાડેજા ક્ધયા છાત્રાલય રાજકોટ ખાતે 2 કલાકે વન ક્ધયા આગમન થશે. 4 કલાકે વર ક્ધયા સ્વાગત યાત્રા યોજવામાં આવનાર છે. સાંજે 6 કલાકે હસ્તમેળાપ ત્યાર બાદ 6-30 કલાકે આર્શિવચન સન્માન સમારોહ યોજાશે. 7 કલાકે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે.
અ.ગુ.રા.યુવા સંઘના રાજકોટના પી.ટી.જાડેજા (હડમતીયા જં.) ચેરમેન, કિરીટસિંહ જાડેજા (મોટાભેલા) ક્ધવીનર, કિશોરસિંહ જેઠવા (પાંડાવદર) ક્ધવીનર, હિતેન્દ્રસિંહ ઝાલા (કોઠારીયા જ.) સહ ક્ધવીનર, કનકસિંહ ઝાલા (બલાળા), પથુભા જાડેજા (ખોખરી), હિતેન્દ્રસિંહ ઝાલા (ઈંગોરાળા), નિર્મળસિંહ ઝાલા (નેકનામ), અશોકસિંહ જાડેજા (દોમડા), મહિપતસિંહ પરમાર (ટીકર), ચંપકસિંહ જાડેજા (વડાળી), જયપાલસિંહ જાડેજા (રતનપર), સુખદેવસિંહ જાડેજા (મકાજી મેઘપર), ઓમદેવસિંહ ઝાલા (રતનપર), જયશ્રીબા પી.જાડેજા (હડમતીયા જં.) હિનાબા ગોહિલ (કુકડ), સીતાબા જેઠવા (મોરાણા), રજનીબા રાણા (અરણીટીંબા), હંસનીબા જાડેજા (નાનામવા), પુર્ણાબા ગોહિલ (ગૃહમાતા) વિગેરે દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબજ જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ વર્ષે કુલ 16 નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડી પોતાના જીવનની નવી રાહ પધારશે. નવદંપતીને ભેટ સોગાદતમાં સોના, ચાંદી, ફર્નિચર, પંખો, મીકસચર, બ્લેન્ડર જેવા ઈલેકટ્રીક સામાન, કપડાની જોડી, ચણીયા ચોલી, સ્ટીલના વાસણનો સેટ, પ્લાસ્ટીક, બોકસ પલંગ, સ્ટીલ તીજોરી કબાટ, ગાદલુ બેડસીટ, બ્લેંકેટ, મંગલસુત્ર વિગેરે જેવી 45 જેટલી નાની મોટી ભેટ સોગાદ નવ દંપતીને આપવામાં આવશે.
રાજપૂત પરંપરાગત પોશાકમાં ભાઈઓ તથા બહેનોને પધારી શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે પી.ટી. જાડેજા આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ રાજપૂત સંઘ આ પ્રેસ મીડીયા દ્વારા આમંત્રણ
પાઠવે છે.
મુખ્ય મહેમાનોમા મહેન્દ્રસિંહ જાડેજા (રીબડા), ડો.જયેન્દ્રસિંહજી જાડેજા (જાબીડા), જયરાજસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય ગોંડલ, સમૂહ લગ્નના આજીવન દાતા સુરેન્દ્રસિંહ દાદુભા ઝાલા (જુની કલાવડી), પૃથ્વીસિંહ (ઘોઘુભા), હેમતસિંહ જાડેજા (ઘંટેશ્ર્વર), પરાક્રમસિંહ જાડેજા (જયોતી સી.એન.સી.) મયુરધ્વસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (પડાણા), જે.એમ.જે.ગ્રુપ રાજકોટ, ખોડુભા મહિપતસિંહ જાડેજા (ઘંટેશ્ર્વર), પ્રવિણસિંહ કનુભા વાઘેલા (ભાડેર), હનુમંતસિંહ જાડેજા (મેમાણા), મનોહરસિંહ જાડેજા (ડીસીપી) રાજકોટ શહેર પોલીસ ઝોન-2, પી.ટી.જાડેજા, આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ, દિપકસિંહ ઝાલા આ ઉપરાંત ગુજરાત રાજપુત યુવા સંઘના સમગ્ર ગુજરાત પ્રદેશના તથા જીલ્લાના હોદેદારો પધારશે. આ ઉપરાંત રાજકોટ ક્ષત્રીય સંગઠનોના આગેવાનો તથા રાજકોટ જીલ્લા તથા શહેરના ક્ષત્રીય અગ્રણીઓ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આર્શિવાદ પાઠવવા પધારશે.
દરેક ભાગ લેનાર નવ દંપતીઓને રવિવાર તા.16/2/20 ને બપોરના 1 કલાકે એન.કે.જાડેજા ક્ધયા છાત્રાલય ખાતે પહોંચવાનું રહેશે. વધુ વિગત પી.ટી.જાડેજા 99252 48248, કિશોરસિંહ જેઠવા 99252 48251,કિરીટસિંહ જાડેજા 98791 66512, હિતેન્દ્રસિંહ જાડેજા 99781 99900.


Loading...
Advertisement