બિનઅનામત આંદોલન ઠારવાની જવાબદારી મને સોંપાઈ છે: નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ

13 February 2020 06:48 PM
Rajkot Gujarat
  • બિનઅનામત આંદોલન ઠારવાની જવાબદારી મને સોંપાઈ છે: નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ

ગુજરાતમાં એલ.આર.ડી. ભરતીમાં અનામત અને બિનઅનામત વચ્ચેની ટકકરમાં હવે બિનઅનામત વર્ગ જે આંદોલન ચલાવે છે તેને શાંત પાડીને સૌને ન્યાય માટે કોઈ ઘર્ષણ ન થાય તે જોવાની જવાબદારી નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને સોપાઈ છે. જેઓ બપોરે 4 વાગ્યે ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે અને વહીવટ તથા ગૃહ વિભાગના અધિકારીઓને બોલાવીને આંદોલનકારીઓ સાથે સીધી ચર્ચા કરશે.


Loading...
Advertisement