હેન્સી ક્રોનિયે મેચ ફીકસીંગના સુત્રધાર સંજીવ ચાવલાને અંતે ભારત લવાયો

13 February 2020 06:43 PM
Sports
  • હેન્સી ક્રોનિયે મેચ ફીકસીંગના સુત્રધાર સંજીવ ચાવલાને અંતે ભારત લવાયો

ક્રિકેટ મેચ ફીકસીંગ સટ્ટામાં ધડાકાની શકયતા

નવી દિલ્હી: 2002માં ભારતીય ક્રિકેટને હચમચાવનાર સટ્ટાકાંડમાં મહત્વની ભૂમિકા ભજવનાર આંતરરાષ્ટ્રીય બુકી સંજય ચાવલાને લાવવામાં સફળતા મળી છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ મધરાતે ચાવલાને લઈને ભારત આવી પહોંચી છે. તેને લંડનથી લાવવામાં આવ્યો છે. લાંબી કાનૂની લડાઈ બાદ તેનું પ્રત્યાર્પણ શકય બન્યું છે. 50 વર્ષીય સંજીવ ચાવલા બ્રિટીશ નાગરિક છે અને તે 2000ના વર્ષના દ.આફ્રિકન કેપ્ટન હેન્સી ક્રોનીયેને સંડોવતા મેચ ફીકસીંગમાં સંડોવાયેલા છે. સૂત્રોના જણાવ્યા મુજબ સંજીવ ચાવલા મોટા ગજાનો બુકી છે અને તે મોયા નામ ધરાવતા ખેલકુદ સેલીબ્રીટી સાથે સંડોવાયેલા હોવાનું મનાય છે અને તેથી જો તે મોઢુ ખોલશે તો મોટા ધડાકા થવાની શકયતા છે.


Loading...
Advertisement