સદગુરૂદેવ શ્રી હરિચરણદાસજી મહારાજને શનિવારે હોસ્પિટલમાંથી રજા અપાશે : સીધા ગોંડલ લઇ જવાશે

13 February 2020 05:59 PM
Gondal Dharmik Rajkot
  • સદગુરૂદેવ શ્રી હરિચરણદાસજી મહારાજને શનિવારે હોસ્પિટલમાંથી રજા અપાશે : સીધા ગોંડલ લઇ જવાશે

આજે સવારે પૂ.બાપુએ સ્નાનવિધિ બાદ પૂજા-અર્ચના કરી, પ્રભુ ભકિતથી મુખ પર છવાયા પ્રસન્નતાના ભાવ : આજે અને કાલે સાંજે પ થી પ:30 વોકહાર્ટ હોસ્પિટલમાં પૂ.બાપુના દર્શન કરી શકાશે : વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર કરી રહેલા પરમ વંદનીય

રાજકોટ તા.13
ગોંડલ રામજી મંદિરના મહંત તથા મહામંડલેશ્ર્વર સદગુરૂદેવ પૂ.શ્રી હરિચરણદાસજી મહારાજને સપ્તાહ પૂર્વે અયોઘ્યામાં બાથરૂમમાં પડી જતાં થાપાનું ફ્રેકચર આવેલ અને તેઓને આર્ટર્ડ પ્લેન દ્વારા રાજકોટ લાવવામાં આવ્યા હતા. વોકહાર્ટ હોસ્પિટલમાં ડો.ચિરાગ માત્રાવડીયા સહિતની ડોકટરોની ટીમ દ્વારા પૂ.બાપુના થાપાની સફળતાપૂર્વક સર્જરી કરી અને દિન-પ્રતિદિન તેમના સ્વાસ્થયમાં સુધારો થવા લાગ્યો છે.
પૂ.હરિચરણદાસજી મહારાજના અનન્ય ભકત નીતિનભાઇ રાયચુરાએ જણાવ્યું કે આજે સવારે પૂ.બાપુએ સ્નાન કરીને પૂજા-અર્ચના અને પ્રભુભકિત કરી હતી. હોસ્પિટલની ડોકટરોની ટીમ પૂ.બાપુની દેખરેખમાં ખડેપગે ઉભી રહે છે.
પૂ.હરિચરણદાસજી બાપુને શનિવારે સવારે 10 વાગ્યે રજા આપવામાં આવનાર છે. પૂ.બાપુને વોકહાર્ટ હોસ્પિટલથી સીધા ગોંડલ રામજી મંદિર લઇ જવામાં આવશે. ત્યાં એક ખંડમાં પૂ.બાપુને રાખવામાં આવશે. ઇમરજન્સી સારવાર માટેના ઉપકરણો ત્યાં ઉપલબ્ધ કરાશે. કેમેરામાં સીસીટીવી કેમેરા મુકવામાં આવેલ છે. બપોરબાદ અનુયાયીઓ પૂ.બાપુના દર્શન કરી શકશે.
શ્રી રાયચુરાએ જણાવ્યું કે પૂ.બાપુનું સ્વાસ્થય જલદી સારૂ થાય તે માટે અનેક ભકતોએ માનતા માની છે. મંદિરો અને સંસ્થાઓમાં પૂ.બાપુના સ્વાસ્થય જલદી સારૂ થાય તે માટે રામધૂન-પ્રાર્થના થઇ રહી છે. રાજકોટ લોહાણા મહાજન સમાજના પ્રમુખ રાજુભાઇ પાબારી, સિઘ્ધાર્થભાઇ તથા પરિતાબેન ગઇકાલે પૂ.બાપુના દર્શનાર્થે આવેલા હતા એ વખતે રાજુભાઇએ જણાવેલું કે મારા માતા તા.7મી જાન્યુઆરીના અવસાન પામ્યા ત્યારે તેમણે જણાવેલું કે તમે પૂ.બાપુના દર્શન કરવા જજો. એ વખતે પૂ.બાપુ અન્યત્ર હોવાથી દર્શન ન થઇ શકયા પરંતુ આજે દર્શન કરીને માતાની ઇચ્છા સાકાર કરી છે.
આજે અને આવતીકાલે સાંજે પ થી પ:30 સુધી પૂ.હરિચરણદાસજી બાપુના દર્શન વોકહાર્ટ હોસ્પિટલના ટી.વી.સ્ક્રીન પર થઇ શકશે.


Loading...
Advertisement