આદિવાસી સમાજની માંગણી ઉકેલવા બે દિવસમાં નિર્ણય : મંત્રી-આંદોલનકારીઓની બેઠક

13 February 2020 05:43 PM
Ahmedabad Gujarat
  • આદિવાસી સમાજની માંગણી ઉકેલવા બે  દિવસમાં નિર્ણય : મંત્રી-આંદોલનકારીઓની બેઠક
  • આદિવાસી સમાજની માંગણી ઉકેલવા બે  દિવસમાં નિર્ણય : મંત્રી-આંદોલનકારીઓની બેઠક

સરકાર માંગણી નહી સ્વીકારે તો 26મીએ એક લાખ આદિવાસીઓનો વિધાનસભાને ઘેરાવ

ગાંધીનગર તા.13
રાજ્યની વર્તમાન ભાજપ સરકાર છેલ્લા કેટલાક દિવસથી આંદોલનના ચક્રવ્યુહમાં ફસાઈ ગઈ છે એક તરફ લોક રક્ષક દળ ( એલ.આર.ડી.) મહિલા અનામત અને બિન અનામતનો મુદ્દો વેગવંતુ બની રહ્યો છે તો બીજી તરફ સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ ગુજરાત રાજ્ય દ્વારા છેલ્લા 22 દિવસથી સરકાર સમક્ષ મોરચો ખોલ્યો છે. જોકે રાજ્ય સરકારના વનમંત્રી ગણપત વસાવા સાથે સાચા આદિવાસી અધિકારી બચાવ સમિતિ દ્વારા તેમની માગણીઓ ના અનુસંધાનમાં ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યું હતું જેમાં સરકારે બે દિવસ માં નિર્ણય કરશે તેવું આશ્વાસન આપ્યું છે.
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે રબારી ભરવાડ અને ચારણ જ્ઞાતિ ના પ્રમાણપત્ર સહિત આદિવાસી સમાજ દ્વારા વિવિધા 8 મુદ્દાઓને લઈને સરકાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે . આ અંગે માહિતી આપતા આદિવાસી સમાજના અગ્રણી રાજવલવાઈ એ જણાવ્યું હતું કે છેલ્લા 22 દિવસથી આદિવાસી અધિકાર બચાવ સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવી રહી છે જેમાં અલગ-અલગ મુદ્દાઓના કારણે આજે સાચો આદિવાસી સમાજ વિટંબણા અનુભવી રહ્યો છે રાજ્ય સરકાર સમક્ષ સમિતિએ આઠ જેટલા મુદ્દાઓનું નિરાકરણ લાવવા વાટાઘાટો કરી હતી જેમાં વનમંત્રી ગણપત વસાવાએ અમને બે દિવસ સુધીમાં સરકાર નિર્ણય કરશે તેવી બાહેધરી આપી છે અને આ મુદ્દે વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ પણ સાચા આદિવાસી ને અન્યાય થાય નહીં તે માટે પૂરતી કાળજી રાખશે તેવી ખાતરી આપી હોવાનું જણાવ્યું હતું કે જો સરકાર સાચા આદિવાસી અધિકાર ની રજૂઆતો આ અંગે હકારાત્મક અને યોગ્ય નિર્ણય નહીં કરે તો આગામી 26મી તારીખે એક લાખ જેટલા આદિવાસીઓ વિધાનસભાનો ઘેરાવ કરશે એટલું જ નહીં બે દિવસો પછી સરકાર સામે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેની રણનીતિ પણ ઘડી કાઢવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરી હતી આ તબક્કે તેમણે આદિવાસી સમાજના ભાજપના ધારાસભ્યો ઉપર પ્રહાર કરતા આક્રોશ વ્યક્ત કર્યો હતો કે છાવણીની મુલાકાતે માત્ર ત્રણ સાંસદો જ આવ્યા છે પરંતુ ભાજપના અમારા સમાજના એક પણ ધારાસભ્ય છેલ્લા 20 દિવસથી ચાલતા આંદોલનમાં મળવા કે અમારી રજૂઆત સાંભળવા આવ્યા નથી એનું દુ:ખ છે.


Loading...
Advertisement