બોલીવુડ સહિતની સંગીત રચનાઓ સર્વિસટેક્ષ હેઠળ ? એ.આર.રહેમાનને નોટીસ

13 February 2020 04:00 PM
Entertainment India
  • બોલીવુડ સહિતની સંગીત રચનાઓ સર્વિસટેક્ષ હેઠળ ? એ.આર.રહેમાનને નોટીસ

જો કે હાલ મદ્રાસ હાઈકોર્ટે નોટીસ સામે સ્ટે આપ્યો: સુનાવણી પર સમગ્ર બોલીવુડની નજર

ચેન્નઈ તા.13
બોલીવુડ સહિતના દેશના ખ્યાતનામ સંગીતકારો જે ફિલ્મના ગીત સહિતની સંગીત રચના કરે છે તે જીએસટી હેઠળ આવરી શકાય કે કેમ તે અંગે તામીલનાડુ જીએસટી વિભાગે આ મુદે જાણીતા સંગીતકાર એ.આર.રહેમાન ને આપેલી નોટીસ સામે હાલ મદ્રાસ હાઈકોર્ટે સ્ટે આપ્યો છે.

રહેમાન સહિતના સંગીતકારો જે અલગ અલગ સંગીત રચનાઓ તૈયાર કરે છે તે તેમના કોપીરાઈટ હેઠળ હોય છે. પરંતુ બાદમાં આ પ્રકારના કોપીરાઈટ હેઠળનું સંગીત અને ધુન એ ફિલ્મના નિર્માતાને ટ્રાન્સફર કરે છે જે બદલ જેઓ જે ઉંચી ફી મેળવે છે તેને જીએસટીમાં મુક્તિ છે. પરંતુ તામીલનાડુ જીએસટી વિભાગે એવુ કારણ આપ્યુ હતું કે સમગ્ર જોગવાઈનું ખોટુ અર્થઘટન કરવામાં આવ્યુ છે જેમાં સંગીતરચના જે ટ્રાન્સફર થાય છે તેના પરની ફી પર સર્વિસ ટેકસ વસુલવા માટે નોટીસ અપાઈ છે.

એ.આર.રહેમાનના ધારાશાસ્ત્રીએ એવી દલીલ કરી હતી કે સંગીતના રચના કરનારને પ્રથમ ઓનર ગણવામાં ખોટુ થયુ છે અને સંગીતના જે કોપીરાઈટ ટ્રાન્સફર કરવામાં આવે છે તે સર્વિસ નથી અને તેથી સર્વિસ ટેકસ હેઠળ આવી શકે નહી. કામચલાવ રીતે પણ આ પ્રકારના હકક ટ્રાન્સફરને ટેકસેબલ ગણાવી શકાય નહી. હવે આ મુદે આગામી સમયમાં કેસ ચાલશે.


Loading...
Advertisement