બન્ને આંખોમાં કુદરતી રીતે અલગ કલર, ઈન્ડિયા બુકમાં સ્થાન

13 February 2020 03:38 PM
kutch
  • બન્ને આંખોમાં કુદરતી રીતે અલગ કલર, ઈન્ડિયા બુકમાં સ્થાન

ગાંધીધામની કરિશ્માની ઉપલબ્ધી

(ગની કુંભાર) ભચાઉ તા.13
ગાંધીધામમાં રહેતી અને વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલી કરીશ્મા માનીનું નામ ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડસના 2020ના બુકમાં નામ અંકિત કરવામાં આવ્યું હતું. આ ઉપલબ્ધી તેમને બંને આંખોમાં કુદરતી રીતે અલગ કલર હોવાથી મળી છે. ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડસ 2020માં ગાંધીધામની કરીશ્મા વિશે નોંધ કરતા જણાવાયું છે કે તેની એક આંખનો કલર હેઝલ તો બીજાનોરંગ બ્લેકીશ બ્રાઉન છે. જે મેડીકલ સાયન્સમાં દુર્લભ સ્થિતિ છે. જેને હેટેરોક્રોમીઆ આઈરીડમ કહેવામાં આવે છે. કરીશ્માએ આ અંગે જણાવ્યું હતું કે જે બન્ને કલરની તેમની આંખો છે, તે બન્ને અલગ અલગ તેમના માતા પિતાની પણ છે. જેતી તેમની પિતાની અને માતાના પ્રતિનીધી રૂપે તેને અલગ અલગ એટલે કે જમણામાં હેઝલ અને ડાબી આંખમાં બ્લેકીશ બ્રાઉન રંગની છે. રેકોર્ડઝમાં સ્થાન બદલ તેમને ઈશ્ર્વર, કુદરત અને માતા, પિતાનો આભાર વ્યકત કર્યો હતો. અહિં નોંધવું રહ્યું કે દેશમાંથી આ પ્રકારનો હજી સુધી એક જ કિસ્સો સામે આવ્યાનો દાવો થયો છે.


Loading...
Advertisement