પોરબંદર-સંતરાગાછી, ઓખા-દહેરાદૂન સહિતની અનેક ટ્રેનો ત્રણ દિવસ મોડી દોડશે

13 February 2020 03:25 PM
Porbandar Gujarat
  • પોરબંદર-સંતરાગાછી, ઓખા-દહેરાદૂન સહિતની અનેક ટ્રેનો ત્રણ દિવસ મોડી દોડશે

રાજકોટ તા.13
રાજકોટ ડિવિઝન પર દિગસર-ચમારજ સેકશનમાં બ્લોકને કારણે 14,16 અને 17 અનેક ટ્રેનોનો સમય ફરશે. પશ્ર્ચિમ રેલ્વેના રાજકોટ ડિવીઝન પર સુરેન્દ્રનગર-રાજકોટ સેકશનમાં ડબલીંગ કાર્યને કારણે તા.14,16 અને 17 ફેબ્રુઆરી 2020ના રોજ દિગસર-ચમારજ સ્ટેશનો વચ્ચે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે પ્રભાવિત થનાર ટ્રેનો આ પ્રમાણે છે.

પ્રારંભીક સ્ટેશનથી મોડી ઉપડનારી ટ્રેનો
* 14 ફેબ્રુઆરી 2020ના રોજ પોરબંદરથી ઉપડનારી 12949 પોરબંદર-સંતરાગાચી કવિગુર સુપરફાસ્ટ એકસપ્રેસ, પોરબંદર સ્ટેશનથી તેના નિર્ધારિત સમયથી 2 કલાક મોડી ઉપડશે.
* 14 ફેબ્રુઆરી 2020ના રોજ ઓખાથી ઉપડનારી 19565 ઓખા-દહેરાદૂન ઉતરાંચલ એકસપ્રેસ, ઓખા સ્ટેશનથી તેના નિર્ધારિત સમયથી 1 કલાક ને 30 મીનીટ મોડી ઉપડશે.
* 14 ફેબ્રુઆરી 2020ના રોજ સોમનાથથી ઉપડનારી 11463 સોમનાથ-જબલપુર એકસપ્રેસ, સોમનાથ સ્યેશનથી તેના નિર્ધારિત સમયથી 1 કલાક ને 20 મીનીટ મોડી ઉપડશે.
* 17 ફેબ્રુઆરી 2020ના રોજ સોમનાથથી ઉપડનારી 11465 સોમનાથ-જબલપુર એકસપ્રેસ, સોમનાથ સ્ટેશનથી તેના નિર્ધારિત સમયથી 1 કલાક મોડી ઉપડશે.
માર્ગમાં રેગ્યુલેટ (મોડી) થનાર ટ્રેનો
* 16 ફેબ્રુઆરી, 2020ના રોજ 16338 એર્નાકુલમ-ચોખા એકસપ્રેસ માર્ગમાં 2 કલાક રેગ્યુલેટ થશે.
* 16 ફેબ્રુઆરી, 2020ના રોજ 11464 જબલપુર-સોમનાથ એકસપ્રેસ માર્ગમાં 1 કલાકને 40 મીનીટ રેગ્યુલેટ થશે.
* 16 ફેબ્રુઆરી, 2020ના રોજ 12906 હાવડા-પોરબંદર સુપરફાસ્ટ એકસપ્રેસ માર્ગમાં 1 કલાક ને 30 મીનીટ રેગ્યુલેટ થશે.


Loading...
Advertisement