ગોંડલમાં યુવાન ઉપર ચાર શખ્સોનો ધોકા વડે હૂમલો : હાથ-પગમાં ફેકચર

13 February 2020 01:26 PM
Gondal
  • ગોંડલમાં યુવાન ઉપર ચાર શખ્સોનો ધોકા વડે હૂમલો : હાથ-પગમાં ફેકચર

પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ તથા અનિરૂઘ્ધસિંહ સામે કરાયેલા આરટીઆઇનો ખાર રાખી હૂમલો કરાયાની પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ : ફરિયાદીએ ક્ષત્રિય સમાજના બે આગેવાનો અંગે કરેલી ટીપ્પણીનો ઓડિયો-વિડીયો વાયરલ થતા ચકચાર

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા.13
ગોંડલ તાલુકાનાં નાગડકા રહેતાં રાજેશભાઈ ઉર્ફ રાજુ લાલજીભાઈ સખીયા (ઉ.42) પર ચાર શખ્સો એ ધોકા વડે હુમલો કરતાં રાજુ સખીયા ને હાથ પગમાં ફ્રેકચર થવાં પામ્યું હતું.પોલીસ ફરિયાદ માં પોતે પુવઁ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથાં અનિરૂધ્ધસિંહ જાડેજા સામે આરટીઆઇ કરી હોય તેનો ખાર રાખી હુમલો કરાયાનું જણાવ્યું હતું. બીજી બાજુ તાજેતરમાં રાજુ સખીયા દ્વારા ક્ષત્રીય સમાજનાં બે આગેવાનો અંગે કરાયેલ ટિપ્પણીઓ નો ઓડીયો વીડીયો સોશ્યલ મિડીયા માં વાયરલ થયો હોય ચકચાર મચી જવાં પામી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ નાગડકા રહેતાં રાજેશભાઈ ઉર્ફ રાજુ લાલજીભાઈ સખીયા સાંજે પાંચ નાં સુમારે વિક્રમસિહજી કોમ્પલેક્સ પાસે આવેલ આદ્યશક્તિ ટી સ્ટોલ પાસે ઉભાં હતાં ત્યારે બ્લેક કલર નાં સ્કોરપીઓ માં ઘસી આવેલ ચાર શખ્સો એ ધોકા વડે રાજુભાઈ સખીયા ને લમધારી નાખતાં ડાબા હાથે તથાં પગ માં ઇજા થતાં ડો.વાડોદરીયા હોસ્પિટલે ખસેડયા હતાં.બનાવ અંગે પોલીસ ફરીયાદ માં રાજુભાઈ સખીયા એ જણાવ્યું કે હું તથાં શિવરાજગઢ નાં માજી સરપંચ વલ્લભભાઈ સરસરીયા,મેતા ખંભાળીયા નાં નરશી રાઠોડ સહીત મિત્રો સાથે ચા પીવા ઉભાં હતાં ત્યારે બ્લેક કલર ની સ્કોર્પીઓ માં આવેલાં જયપાલભાઇ વડીયાવાળા,કરણીસેના નો પ્રમુખ યશપાલસિહ તથાં બે અજાણ્યા શખ્સો એ ગાડીમાં થી ધોકા સાથે ઉતરી તું જયરાજસિંહ અને અનિરૂધ્ધસિંહ સામે આરટીઆઇ કેમ કરેછે તેમ કહીં ધોકા વડે માર મારતાં લોકો એકઠાં થઇ જતાં આ શખ્સો ગાડી લઇ નાશી છુટયાં હતાં.બાદ માં મને હોસ્પિટલમાં ખસેડાયો હતો.પોલીસ ફરીયાદ માં વધુમાં જણાવ્યું કે મેં જયરાજસિંહ તથાં અનિરૂધ્ધસિંહ સામે આરટીઆઇ કરી હોય તથાં એડવોકેટ સંજય પંડીત ને મદદ કરતો હોય તે બાબત નો ખાર રાખી મારાં પર હુમલો કરાયો છે.સુત્રો નાં જણાંવ્યા અનુસાર તાજેતરમાં સોશ્યલ મિડીયા માં રાજુભાઈ સખીયા નાં ઓડીયો વીડીયો વાયરલ થવાં પામ્યાં હતાં.જેમાં બે અગ્રણીઓ માટે ટિપ્પણી કરાઇ હોય આ ઓડીયો વીડીયો ટોક ઓફ ટાઉન બનવાં પામ્યાં હતાં.બનાવ અંગે પીઆઇ.રામાનુજે ફરીયાદ લઇ કાયઁ વાહી હાથ ધરી છે.


Loading...
Advertisement