ઉપલેટામાં પ્રખ્યાત લેખક આશુ પટેલનો ટોક શો સુખનો પાસવર્ડ યોજાયો

13 February 2020 01:24 PM
Dhoraji Gujarat Rajkot
  • ઉપલેટામાં પ્રખ્યાત લેખક આશુ પટેલનો  ટોક શો સુખનો પાસવર્ડ યોજાયો
  • ઉપલેટામાં પ્રખ્યાત લેખક આશુ પટેલનો  ટોક શો સુખનો પાસવર્ડ યોજાયો

તારક મહેતા ફેઇમ અભિનેત્રી નેહા મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા

ઉપલેટા તા.13
ભાલોડિયા કોલેજમાં યોજાયેલા આ ટોક શોમાં તારક મહેતા સિરિયલ ફેમ અભિનેત્રી નેહા મહેતાએ પણ ભાગ લીધો ઉપલેટામાં પ્રખ્યાત પત્રકાર-લેખક આશુ પટેલના અનોખા ટોક શો સુખ નો પાસવર્ડ - લાઈફ અનલિમિટેડનું આયોજન થયું હતું. આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી આર.પી. ભાલોડિયા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને અને શ્રી એમ.પી. ભાલોડિયા હોમ સાયન્સ મહિલા કોલેજ દ્વારા આયોજિત આ અનોખા ટોક શોમાં આશુ પટેલ સાથે ’તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના અંજલિ તારક મહેતા ફેમ અભિનેત્રી નેહા મહેતા ખાસ મુંબઈથી આવ્યા હતા.

આ ટોક શોમાં આશુ પટેલે આ કોલેજના સંકુલમાં, હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને સંબોધતા કહ્યું હતું કે જીવનમાં ગમે એવા વિકટ સંજોગો આવે ત્યારે પણ એક વાત મનમાં રાખવી કે ’શો મસ્ટ ગો ઓન’. તેમણે ઘણી મહાન વ્યક્તિઓના જીવનના ઉદાહરણો આપીને સમજાવ્યું હતું કે તેમના જીવનમાં પણ ઘણી મુશ્કેલીઓ આવી હતી પરંતુ તેઓ ક્યારેય અટક્યા નહીં એટલે દુનિયાએ તેમની નોંધ લેવી પડી.

તો તારક મહેતાના અંજલિ મહેતા એવા અભિનેત્રી નેહા મહેતાએ વિદ્યાર્થીનીઓને સંબોધન કરતાં કહ્યું હતું કે ‘હોસ્ટેલનું જીવન એ જીવનનો ગોલ્ડન પિરિયડ ગણાય. હું પોતે વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં રહી ચૂકી છું. હોસ્ટેલનું જીવન ગાળનાર વ્યક્તિ વિદ્યાર્થીની જીવનમાં ક્યારેય પાછી ન પડે.’ ભાગ્યેશ વારાએ હાસ્યના ફુવારાઓ વચ્ચે ટોક શોનું અદભુત સંચાલન કર્યું હતું.


Loading...
Advertisement