મુંદ્રામાં જી.કે. હોસ્પિટલમાં યુવતીની જટીલ ગણાતી સમસ્યાનું ઓપરેશન કરતા ભૂજના લેપ્રો.સર્જન

13 February 2020 01:18 PM
kutch
  • મુંદ્રામાં જી.કે. હોસ્પિટલમાં યુવતીની જટીલ ગણાતી સમસ્યાનું ઓપરેશન કરતા ભૂજના લેપ્રો.સર્જન

(રામ ગઢવી) મુંદ્રા તા.13
અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં અપરિણીત યુવતીના અંડાશયમં ચડેલા વળને કારણે ભવિષ્યમાં તેને પ્રસુતિ અને ગર્ભધારણ સબંધી કોઈ જટિલતા ઉભી ન થાય તે રીતે સ્ત્રીરોગ વિભાગની નિષ્ણાંત ટીમ દ્વારા યુવતી ઉપર સફળ શસ્ત્રકિયા કરી તેનું ભવિષ્ય સંવારી દીધુ છે.
જી.કે. જનરલ હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગના વડા ડો. નિમેષ પંડયાના જણાવ્યા અનુસાર કચ્છના અબડાસા વિસ્તારના અંતરિયાળ ગામમાંથી આવતી 16 વર્ષની વયની સુગરાબેનના પેટમાં સખ્ત દુ:ખાવો થતા તેની માતાએ ભુજની ખાનગી હોસ્પિટલનો સંપર્ક સાધ્યો. તબીબે ઓપરેશનની સલાહ આપી. પરંતુ, આર્થિક સમસ્યા આડે આવતા પેટમાં સખત દુ:ખાવા સાથે જી.કે.માં લાવ્યા હતા.
જનરલ હોસ્પિટલમાં તુરંત જ દાખલ કરી સોનોગ્રાફી કરતા અંડાશયમાં વળ ચડી ગયેલી જણાઈ (ટોરસીઓન) ઉપરાંત અંડાશય આખું ખરાબ થઈ ગયું હતું. અંડાશયની સ્થિતિ એવી હતી કે, ગણતરીના કલાકોમાં ગર્ભાધાનની સમસ્યા સર્જાય આ ઉપરાંત અંડાશયમાંથી કાળુ લોહી પણ નીકળતું હતું.
આ તમામ ગૂંચવણ ટાળવા ડો. નિમેષ પંડયાની ટીમે લેપ્રોસ્કોપીક ઓપરેશન કરવાનું નકકી કયુર્ં. કિશોરીના ભાવી જીવનને લક્ષમાં રાખી લેપ્રોસ્કોપીક સર્જન ડો. સુરભી વેગડને સાથે રાખી તથા જી.કે.ના સ્ત્રીરોગ સર્જન અને આસી.પ્રો. ડો. વીન્કલ લડાણીએ યુવતીના અંડાશયની વળ કાઢી નાખી એટલું જ નહિ ભવિષ્યમાં પણ આવું ન થાય એ માટે અંડાશયને રાઉન્ડ લીગામેન્ટ સાથે બાંધી દેવામાં આવ્યું.
ઓપરેશન માટે એનેસ્થેટીક ડો. રાજવીરને પણ સાથે રાખવામાં આવ્યા હતા.


Loading...
Advertisement