આરોગ્ય વીમામાં મહત્વની રાહત: જુની બિમારીની વિવાદાસ્પદ જોગવાઈ રદ

13 February 2020 11:49 AM
Health India
  • આરોગ્ય વીમામાં મહત્વની રાહત: જુની બિમારીની વિવાદાસ્પદ જોગવાઈ રદ

પોલીસી લીધાના 3 મહિનામાં અગાઉથી બિમારીનું નિદાન થયું હોય તેના આધારે હવે કલેમ નકારી નહીં શકાય

નવી દિલ્હી તા.13
આરોગ્ય વીમામાં એકસકલુઝન (બાકાત)ને તર્કબદ્ધ અને એક સરખા બનાવવાના હેતુથી ઈરડાઈએ સપ્ટેમ્બર 2019માં ગાઈડલાઈન બહાર પાડી હતી. 10 ફેબ્રુઆરી 2020એ રેગ્યુલેટરે આ ગાઈડલાઈનના વિવાદાસ્પદ પ્રિ-એકઝીસ્ટીંગ પહેલેથી જ હોય તેવી બિમારીઓ સંબંધી જોગવાઈ દૂર કરી સુધારો કર્યો છે. આ બાબત કેટલી વિવાદાસ્પદ છે અને લોકોને ફાયદાકારક છે એની ચર્ચા થઈ રહી છે.

પર્સનલ એકસીડેન્ટ અને ડોમેસ્ટીક, ઓવરસીઝ ટ્રાવેલ સિવાય તમામ ઈન્ડેમીનરી આધારીત આરોગ્ય વીમા આપતી તમામ જનરલ અને હેલ્થ ઈુસ્યુરન્સ કંપનીઓને આ સુધારો લાગુ પડે છે.

લખાણમાં એકરૂપતા (સ્ટાન્ડર્ડાઈઝેશન)માં લવાતા પોલીસીની શરતો અને સંજોગો ધ્યાનપૂર્વક વાંચતા ગ્રાહકોની મોટાભાગની મુંઝવણ દૂર થશે. પ્રિ એકઝીસ્ટીંગ ડિસીઝ (પીઈડી)ની વ્યાખ્યામાંથી નિવેદન દૂર કરવામાં આવ્યું છે એ મુજબ વીમા પોલીસી લીધાના ત્રણ મહિનામાં રજુ કરાયેલા લક્ષણો અથવા ચિહનો ડાયગોન્સ્ટીક બીમારી અથવા તબીબી સ્થિતિમાં પરિણામે (પ્રિ-એકઝીકટીંગ ડીસીઝની વ્યાખ્યામાંથી આ વાકય કાઢી નાખવામાં આવ્યું છે.

સવાલ એ થાય છે કે આ વિવાદાસ્પદ શા માટે બને છે? ધારો કે તમે ફેબ્રુઆરી 2020માં પોલીસી લીધી અને 3 મહિના પછી એપ્રિલ 2020માં રૂટીન ટેસ્ટમાં જાહેર થાય છે તેમને ડાયાબીટીસ છે અથવા લીવરમાં ખામી છે કે પછી હૃદય સંબંધી કોઈ ગરબડ છી. તમે જયારે પોલીસી માટે અરજી કરી ત્યારે આ સમસ્યાનો કોઈ સંકેત નહીં મળવાથી તમે અરજીમાં એનો ઉલ્લેખ કર્યો નહોતો.

કલેમ કર્યા વિના પાંચ વર્ષ વીતી જાય છે મે 2025માં તમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. તમારો મેડીકલ ઈતિહાસ નોંધીને ડોકટર રિપોર્ટમાં એમ લખે કે એપ્રિલ 2020થી ડાયાબીટીક છે. સરળતા ખાતર માની લઈએ કે ડાયાબીટીસ હોસ્પીટલાઈઝેશનનું સીધું કારણ છે.

જો આવું પ્રસ્થાપિત થાય તો ઈન્ફલુયર તમારો કલેમ નકાર કાઢશે, કેમ કે પોલીસી જારી કર્યાના 3 મહિનામાં પ્રિ-એકઝીસ્ટીંગ સ્થિતિનું નિદાન થયું છે. પોલીસીધારકો માટે આ અન્યાયકર્તા છે, અને સદનસીબે હવે આ નિવેદન નાબુદ વ્યાખ્યામાંથી દૂર કરવામાં આવ્યું છે.

હવે પ્રિ-એકઝીસ્ટીંગ બીમારી મુજબ કોઈપણ સ્થિતિ, બિમારી, ઈજાનો અર્થ એ થશે કે ઈુસ્યુયર દ્વારા જારી પોલીસીની અસરકારક તારીખના 48 મહિનામાં ફીઝીશ્યન દ્વારા નિદાન કરવામાં આવ્યું હોય. એ માટે મેડીકલ સલાહ અથવા સારવારની ભલામણ ફીઝીશ્યન દ્વારા પોલીસીની અસરકારક તારીખના 48 મહિનામાં ભલામણ અથવા સારવાર થઈ હોય.

ગાઈડલાઈન્સમાં અન્ય સુધારા કરાયા છે. એ મુજબ અકસ્માત પછી જીવન જોખમમાં હોય તેવી સ્થિતિ માટે હોસ્પિટલમાં સારવાર ઈુસ્યુયર દ્વારા સ્પષ્યપણે બાકાત રાખવામાં આવી છે. સ્ટેબીલાઈઝેશનના તબકકા સુધીમાં ખર્ચ ચૂકવવાપાત્ર છે, નહીં કે સંપૂર્ણ કલેમ.

હવે એમાં સુધારો કરી અકસ્માત પછી જીવન જોખમમાં મુકનારી સ્થિતિનો ઉલ્લેખ કરાયો છે. એનો અર્થ એ થાય કે અકસ્માતના કારણે થયો હોય કે નહીં, હોસ્પિટલમાં ઈમરજન્સી એડમીશન કવરેજમાંથી બાકાત રાખવામાં આવ્યું છે.

વળી, એકસકલુઝનમાંથી ‘બર્થ કંટ્રોલ’ વ્યાખ્યા દૂર કરાઈ છે. આનાથી વીમાધારક અથવા વીમા કંપની પર હકારાત્મક કે નકારાત્મક અસર નહીં પડે.


Loading...
Advertisement