પૂર્વાંચલના રાજકારણી-માફિયાઓ પર આધારિત વેબ-શો: રકતાંચલ

13 February 2020 11:00 AM
Entertainment India
  • પૂર્વાંચલના રાજકારણી-માફિયાઓ પર આધારિત વેબ-શો: રકતાંચલ

મુંબઈ તા.13
ઓનલાઈન વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એમએકસ પ્લેયરનો આગામી વેબ-શો સત્યઘટના આધારિત એક પિરિયડ ડ્રામા હશે. ‘રકતાંચલ’ નામના આ શોમાં યુપીના પૂર્વીય જિલ્લાઓ એટલે કે પૂર્વાંચલના રાજકારણનો સિનારિયો બતાવવામાં આવશે.

1980ની સાલમાં કઈ રીતે પૂર્વાંચલના માફિયાઓ રાજકારણમાં સ્થાપિત થાય છે એની આસપાસ આ શોની વાર્તા ફરશે. એવું કહેવાય છે કે 1990ના અંત સુધીમાં તો પૂર્વાંચલના માફિયાઓ રાજકારણમાં પોતાનો દબદબો બનાવી ચૂકયા હતા.

એમએકસ પ્લેયરની આ ઓરિજિનલ સિરીઝમાં હાલ સૌદર્યા શર્માનું નામ ફાઈનલ થયું છે. સૌદર્યા શર્મા 2017માં આવેલી થ્રિલર ફિલ્મ ‘રાંચી ડાયરીઝ’થી જાણીતી બની છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, સતીષ કૌશીક, જિમી શેરગિલ, હિમાંશ કોહલી સહિતના કલાકારો હતા. ‘રકતાંચલ’માં સૌદર્યા દમદાર રોલમાં જોવા મળશે. આ ઉપરાંત ‘સેક્રેડ ગેમ્સ’ ફેમ અભિનેતા વિક્રમ કોચર પણ મહત્વનો રોલ ભજવે એવી શકયતા છે.


Loading...
Advertisement