શેરબજારમાં તેજી તરફી કૂચ: સેન્સેકસ 374 પોઈન્ટ ઉછળ્યો

12 February 2020 06:07 PM
Business
  • શેરબજારમાં તેજી તરફી કૂચ: સેન્સેકસ 374 પોઈન્ટ ઉછળ્યો

રાજકોટ તા.12
મુંબઈ શેરબજારમાં આજે તેજીની આગેકૂચ રહી હતી. હેવીવેઈટ શેરોમાં ધૂમ લેવાલીથી સેન્સેકસમાં 374 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો.
શેરબજારમાં આજે માનસ તેજીનું બની રહ્યું હતું. સરદાર ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતના ક્ષેત્રોમાં ખર્ચ વધારવાની તૈયારીમાં હોવાનાં સંકેતોની સારી અસર હતી. માસાંતે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ ભારત આવી રહ્યા હોવાથી મહત્વના કરાર થવાના આશાવાદની પણ સારી અસર હતી. વૈશ્ર્વિક તેજીનો સાનુકુળ પડઘો હતો.
શેરબજારમાં આજે હિન્દ લીવર, વીપ્રો, કોટક બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, નેસ્લે, મહીન્દ્ર, આઈસીઆઈસીઆઈ બેંક, એશિયન પેઈન્ટસ, ટીસીએસ, ઈન્ફોસીસ, હીરો મોટો, ગેઈલ, રીલાયનન્સ, આઈશર મોટર્સ, લાર્સન વગેરે ઉંચકાયા હતા. યશ બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, ભારત પેટ્રોલીયમ, સ્ટેટ બેંક વગેરે નબળા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 374 પોઈન્ટના ઉછાળાથી 41590 હતો. ઉંચામાં 41671 તથા નીચામાં 41330 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 99 પોઈન્ટ ઉંચકાઈને 12207 હતો. જે ઉંચામાં 12231 તથા નીચામાં 12144 હતો.


Loading...
Advertisement