દિલ્હીમાં એક ઘરમાંથી ત્રણ બાળકો સહિતના પાંચ મૃતદેહ મળી આવ્યા

12 February 2020 05:42 PM
India Politics
  • દિલ્હીમાં એક ઘરમાંથી ત્રણ બાળકો સહિતના પાંચ મૃતદેહ મળી આવ્યા

નવી દિલ્હી: પાટનગર દિલ્હીના ભજનપુરા ક્ષેત્રમાં આજે બપોરે એક ઘરમાં ત્રણ બાળકો સહિત પાંચ લોકોના શબ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી અને પોલીસ દોડી ગઈ છે. પોલીસ આ અંગે હત્યાની થિયરી પર તપાસ કરી રહી છે. આ તમામ પાંચ શબ કોહવાયેલી અવસ્થામાં હતા.
ભજનપુરની ગલીનંબર પાંચમાં આ મકાન આવ્યું છે જેમાં પતિ-પત્ની અને ત્રણ બાળકો રહેતા હતા અને આ શબ તેમના જ હોવાનું મનાય છે. હવે તેઓના શબને ફોરેન્સીક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. દિલ્હીએ એક વર્ષ પુર્વે એક જ મકાનમાં 11 લોકોએ સામુહિક આત્મહત્યા કરી હતી તે ઘટના બાદ પાંચ શબ મળતા પોલીસ હવે દરેક એંગલથી આ ઘટનાને ચેક કરી રહી છે.


Loading...
Advertisement