નેપાળની ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, અમેરિકાને 35 રને ઓલઆઉટ કર્યું

12 February 2020 05:02 PM
India Sports
  • નેપાળની ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, અમેરિકાને 35 રને ઓલઆઉટ કર્યું

અમેરિકાની ટીમે સંયુક્ત રૂપે બીજા સૌથી ઓછા સ્કોરનો અનોખો રેકોર્ડ તોડયો!

કીર્તિપુર (નેપાળ) તા.12
આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ લીગ-2 2019-22માં નેપાળ ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો હતો. નેપાળના કીર્તિપુર ખાતે ત્રીભુવન યુનિવર્સિટી ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહેલા મેચમાં નેપાળની ક્રિકેટ ટીમે અમેરિકાને માત્ર 35 રનમાં ઓલઆઉટ કરીને ઈતિહાસ રચ્યો હતો, આ સાથે બીજો ઈતિહાસ એ પણ રચાયો હતો કે અમેરિકી ટીમના ત્રણ ખેલાડી ખાતુ ખોલ્યા વિના આઉટ થયા હતા. વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટ ઈતિહાસમાં કોઈપણ ટીમ દ્વારા સંયુક્ત રીતે થયેલો બીજો સૌથી ઓછો સ્કોર છે.

નેપાળ તરફથી સ્ટાર સ્પીનર સંદીપ લામીછાનેએ 16 રન આપીને 6 વિકેટ લીધી હતી. જયારે બાકી 4 વિકેટ સુહાન ભરીના ખાતામાં ગઈ હતી. અમેરિકા તરફથી ઝેવિયર માર્શલે સૌથી વધુ 16 રનોની ઈનીંગ રમી હતી. અમેરિકી ટીમના 3 ખેલાડીઓ ખાતુ ખોલ્યા વિના આઉટ થયા હતા. વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટ ઈતિહાસમાં આ કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલ સંયુક્ત રૂપે બીજો સૌથી ઓછો સ્કોર છે.


Loading...
Advertisement