આઈપીએલ નજીક પણ હજુ પૂર્ણ કાર્યક્રમ જાહેર થયો નથી

12 February 2020 05:00 PM
India Sports
  • આઈપીએલ નજીક પણ હજુ પૂર્ણ કાર્યક્રમ જાહેર થયો નથી

સૌરવની ઓલસ્ટાર ગેઈમ તથા બાંગ્લાદેશમાં એશિયન ઈલેવન તથા વર્લ્ડ ઈલેવનની ટકકર પણ માર્ચમાં છે

મુંબઈ તા.12
દેશમાં ચૂંટણીની સીઝન પુરી થઈ છે અને હવે આગામી મહિનાના અંતથી આઈપીએલની સીઝન શરૂ થશે પરંતુ હજુ સુધી તેનો પુરો કાર્યક્રમ જાહેર ન થતા આશ્ર્ચર્ય સર્જાયુ છે. તા.29ના આઈપીએલનો પ્રારંભ થશે અને મુંબઈ ઈન્ડીયન્સ અને ચેન્નઈ સુપરકીંગ મુંબઈમાં ટકરાશે. તા.30 માર્ચના દિલ્હી અને પંજાબનો મેચ દિલ્હીમાં છે. તા.31ના રોયલ ચેલેન્જર બેંગ્લોર અને કલકતા નાઈટ રાઈડર્સની બેંગ્લોરમાં ટકકર થશે. આ મેચ સિવાય અન્ય કાર્યક્રમો જાહેર થયા નથી.
રાજસ્થાન રોયલે તેના હોમગ્રાઉન્ડ તરીકે ગુવાહાટીને પસંદ કર્યુ છે. પરંતુ ત્યાં જે રીતે તનાવભરી સ્થિતિ છે તેથી હવે રાજસ્થાન રોયલને હોમગ્રાઉન્ડ ફેરવવું પડશે તેવા સંકેત છે. આ ઉપરાંત તા.18 અને 21 માર્ચે એશિયન ઈલેવન અને વર્લ્ડ ઈલેવન વચ્ચે બાંગ્લાદેશમાં બે મેચ રમાશે જેમાં કેટલાક ભારતીય ક્રિકેટરો જશે તેવુ કમીટમેન્ટ સૌરવ ગાંગુલીએ આપ્યુ છે પરંતુ તેમાં કોણ જશે તે નિશ્ર્ચિત નથી.


Loading...
Advertisement