બિહારમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે જદયુ અને રાજદ વચ્ચે પોસ્ટર વોર !

12 February 2020 04:59 PM
India Politics
  • બિહારમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે જદયુ અને રાજદ વચ્ચે પોસ્ટર વોર !
  • બિહારમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે જદયુ અને રાજદ વચ્ચે પોસ્ટર વોર !

‘લહુ લુહાન હુઆ બિહાર’ રાજદના પોસ્ટર સામે જદયુનો પલટવાર-ઠગ્સ ઓફ બિહાર !

પટણા, તા. 12
બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જનતા દળ યુનાઈટેડ (જદયુ) અને રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) વચ્ચે જુબાની જંગ બાદ હવે પોસ્ટર વોર ફાટી નીકળી છે. બન્ને પાર્ટીઓ પોસ્ટરના હથિયારથી એક બીજા પર પ્રહાર કરી વોટોને પોતાના ખેમામાં લેવા માટે પૂરજોર પ્રયાસ કરી રહી છે.

પટનામાં મુખ્યમંત્રી નિતીશકુમાર વિરૂદ્ધ આરજેડી સમર્થકોએ કાનૂન વ્યવસ્થાને લઈને પોસ્ટર લગાવ્યું હતુ કે ‘લહુ લુહાન હુઆ બિહાર, શિકારી હૈ સરકાર’ જેના જવાબમાં જેડીયુ સમર્થકોએ લાલુ યાદવ સામે ‘ઠગ્સ ઓફ બિહાર’ પોસ્ટર જાહેર કર્યુ હતું.

આરજેડી સમર્થકો દ્વારા જાહેર કરવામાં આવેલ પોસ્ટરમાં બિહારની બગડતી કાનૂન વ્યવસ્થા પર કટાક્ષ કરવામાં આવ્યો હતો. જેમાં બિહારમાં ભ્રષ્ટાચાર, ગોટાળા, બેરોજગારી, વિકાસ, નિરીક્ષતાને લઈને પ્રહારો કરાયા હતાં, જયારે જેડીયુ સમર્થકોએ પોસ્ટરથી લાલુ પ્રસાદ યાદવને ‘ઠગ્સ ઓફ બિહાર’ કહી પોસ્ટરની નીચે લખ્યુ ‘જરા યાદ કરો વો કહાની પુરાની’ આમ બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પોસ્ટર વોર શરૂ થઈ ગઈ છે.


Loading...
Advertisement