વડાપ્રધાન મોદીનો તા.17નો ગુજરાત પ્રવાસ રદ થયો

12 February 2020 04:11 PM
Ahmedabad Gujarat
  • વડાપ્રધાન મોદીનો તા.17નો ગુજરાત પ્રવાસ રદ થયો

વૈશ્વિક પરિષદને વિડીયો કોન્ફરન્સથી સંબોધશે

રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તા.17નો ગુજરાત પ્રવાસ રદ થયો છે. મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે માઈગ્રેટ પક્ષીઓ અને સમુદ્રી જીવો જે લુપ્ત થતા જાય છે તેની જાળવણી અંગેની એક વૈશ્વિક પરિષદનું ઉદઘાટન કરવા ગાંધીનગર આવવાના હતા પણ હવે તેઓ આ પરિષદને વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરશે.

જયારે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર અને મુખ્યમંત્રી વિજય રૂપાણી આ કાર્યક્રમમાં હાજરી આપશે. મોદી તા.24-25ના અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમ માટે તા.24ના અમદાવાદ આવી જ રહ્યા છે.


Loading...
Advertisement