શેર બ્રોકરો-ઈન્વેસ્ટરોને રાહત: નવો માર્જીન નિયમ રદ

12 February 2020 03:10 PM
Business India
  • શેર બ્રોકરો-ઈન્વેસ્ટરોને રાહત: નવો માર્જીન નિયમ રદ

ઈન્ટ્રા-ડે ટ્રેડમાં પણ ગ્રાહકોને 100 ટકા માર્જીન ફરજીયાત ચુકવવામાંથી મુકિત: સેબી હવે નવી જોગવાઈ વિચારશે

મુંબઈ, તા. 12
શેરબજારમાં બ્રોકરો-ટ્રેડરો માટે ટેન્શન સર્જનાર માર્જીન પદ્ધતિમાં બદલાવ કરવાની યોજના માર્કેટ રેગ્યુલેટર સેબીએ પડતી મુકી દીધી છે પોતાના કલાયન્ટને આંશિક ફાઈનાન્સની છુટ આપતી વર્તમાન પદ્ધતિ યથાવત રાખવામાં આવશે.

સેબીએ અગાઉ એવી દરખાસ્ત કરી હતી કે શેરબ્રોકરો પોતાના કલાયન્ટને ફાઈનાન્સ નહીં કરી શકે. ઈન્ટ્રા-ડે વેપાર કરતા ગ્રાહક પણ અગાઉ સાર્જીનના નાણા જમા કરાવે પછી જ તે વેપાર કરી શકશે. સેબીની આ દરખાસ્તનો શેરબ્રોકરોએ વિરોધ કર્યો હતો અને એવી દલીલ કરી હતી કે આ પદ્ધતિથી શેરબજારમાં વેપાર શકય નહીં બને, વોલ્યુમ ઘટી જશે.

સેબીના માહિતગાર સુત્રોએ એમ કહ્યું છે કે બ્રોકરોને પોતાના કલાયન્ટના માર્જીન માટે ફાઈનાન્સ કરવાની વર્તમાન પદ્ધતિ યથાવત રાખવામાં આવશે. નવી સુચિત યોજના પડતી મુકી દેવામાં આવી છે.

પ્રવર્તમાન સીસ્ટમ અંતર્ગત ડે-ટ્રેડરોએ માત્ર મામૂલી માર્જીન ભરવાનું હોય છે. સેબીએ અગાઉ સ્ટ્રોક એકસચેંજોને એવી સુચના આપી હતી કે, ઈન્ટ્રા-ડે વેપાર માટે પણ પૂરેપુરૂ માર્જીન વસુલવા બ્રોકરોને આદેશ કરવામાં આવે.

બ્રોકરોની એવી દલીલ હતી કે, સેબીની સુચના અમલી બનવાના સંજોગોમાં ઈન્ટ્રા-ડે ટ્રેકીંગની પરંપરા જ ખત્મ થઈ જશે. ઈન્ટ્રા-ડે ટ્રેડમાં ઈન્વેસ્ટરો મોટા વેપાર કરતા હોય છે અને શેરબજારના કુલ વોલ્યુમમાં ઈન્ટ્રા-ડે ટ્રેડનો હિસ્સો 50 ટકાથી વધુ હોય છે. મોટા ભાગે માર્જીનનો આગ્રહ રાખ્યા વિના જ ટ્રેડરોને તે કરવા દેવામાં આવતા હોય છે.

આ નિયમમાં છુટછાટ આપવા શેરબ્રોકરો સેબી તથા શેરબજારના અધિકારીઓને મળ્યા હતાં. સંભવીત પ્રત્યાઘાતો વિષે ધ્યાન દોર્યુ હતું. તે પછી સેબીએ યોજના પડતી મુકવાનો નિર્ણય લીધો હોવાનું મનાય છે.

સેબીનું કહેવું એવું હતું કે શેરબ્રોકરો કોઈ એક કલાયન્ટના નાણાથી બીજા ગ્રાહકના માર્જીન ચુકવે છે. હવે ઈન્ટ્રા-ડે ટ્રેક માટે બ્રોકરોને કલાયન્ટ વતી 80 ટકા સુધીનું માર્જીન ચુકવવાની છુટ્ટ આપવાની દિશામાં વિચારણા કરવામાં આવી રહી છે અર્થાત ગ્રાહકને પોતાના વેપાર પેટે માર્જીનના માત્ર 20 ટકા નાણા જ ચુકવવા પડશે.


Loading...
Advertisement