ફિલ્મ પ્રોડયુસરોની આવક પર 10% ટીડીએસથી કેશફલોને અસર થશે

12 February 2020 03:09 PM
Entertainment
  • ફિલ્મ પ્રોડયુસરોની આવક પર 10% ટીડીએસથી કેશફલોને અસર થશે

ટેલીકાસ્ટ રાઈટના વેચાણ ઉપરાંતનો બોજ

નવી દિલ્હી તા.12
સંસદે ગઈકાલે પસાર કરેલા કેન્દ્રીય બજેટમાં પ્રોડયુસર દરેક ફિલ્મ પર જે આવક (થિયેટરિકસ રેવન્યુ) મેળવે તેના પર 10% ટીડીએસ લાવવામાં આવ્યો છે. સેટેલાઈટ ટીવી અને ડીજીટલ પ્લેટફોર્મને ટેલીકાસ્ટ રાઈટના વેચાણમાંથી થતી આવક પર પ્રોડયુસર ટેકસ ચુકવી રહ્યા છે, એલિવયનો આ ટેકસ છે. તજજ્ઞોના જણાવ્યા મુજબ આ કાર ફિલ્મ નિર્માતાઓના કેશ ફલોને અસર કરશે.

ઈવાય ઈન્ડિયાના ઈન્ટરનેશનલ ટેકસ સર્વિસીસના પાર્ટનર રાકેશ જરીવાલાએ જણાવ્યું હતું કે આનાથી વર્ષે 15-20% નફો કમાતા સરેરાશ ફિલ્મ સ્ટુડીયો માટે ભારે નાણાકીય મુશ્કેલી ઉભી થશે. આ કારણે તેમની વર્કીંગ કેપીટલ મર્યાદીત થઈ જશે.

દેશમાં થિયેટરોમાંથી આવતી 60% આવક ફિલ્મ પ્રોડયુસરની કમાણીનો મોટો હિસ્સો છે. ફિલ્મ બીઝનેસમાં રહેલા લોકો રૂા.100થી વધુની ફિલ્મ ટિકીટ પર 18% જીએસટી ચૂકવે છે.


Loading...
Advertisement