એલઆરડીમાં ઓર્ડર મુદે બિનઅનામત વર્ગના 254 મહિલાઓ હાઈકોર્ટમાં

12 February 2020 02:25 PM
Gujarat India Woman
  • એલઆરડીમાં ઓર્ડર મુદે બિનઅનામત વર્ગના 254 મહિલાઓ હાઈકોર્ટમાં

ઉમિયાધામ બિનઅનામત વર્ગની બેઠક શરૂ: સરકાર સામે લડતની તૈયારી: ઓગષ્ટમાં જે પરીક્ષા પાસ કરી છે તેના ઓર્ડર સરકાર તાત્કાલીક આપે તેવી માંગ: અગાઉના પરીપત્રને રદ કરવાની સરકારે આપેલી ખાતરી સામે પણ આક્રોશ

રાજકોટ તા.12
ગુજરાતમાં લોકરક્ષક દળમાં ભરતી મુદે ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે અને હાલ આ ભરતીમાં તમામ પરીક્ષાઓ પાસ કરનાર બીનઅનામત વર્ગના 254 મહિલાઓએ હાઈકોર્ટમાં રીટ પીટીશન કરીને રાજય સરકાર તેમને નિમણુંકના તાત્કાલીક ઓર્ડર જારી કરે તેવી માંગ કરી છે.

રાજયમાં મહિલા એલઆરડી ભરતીમાં લાંબા સમયથી વિવાદ ચાલે છે અને તેમાં અનામત વર્ગના ભારે દબાણને કારણે રાજય સરકાર દ્વારા ગઈકાલે જ અનામત વર્ગ ખુદને જે અન્યાય કહે છે તે દૂર કરવા માટે અનામતની વ્યવસ્થામાં ફેરફાર કરતો પરિપત્ર સુધારશે તેવી ખાતરી આપી છે. જેના કારણે બિનઅનામત વર્ગના મહિલાઓને તેઓએ પરીક્ષા પાસ કરી હોવા છતાં ઓર્ડર નહી મળે તેવો ભય જણાતા આજે હાઈકોર્ટમાં ગયા છે અને તાત્કાલીક ઓર્ડર ઈશ્યુ કરવા રાજય સરકારને આદેશ આપવા માંગણી કરી છે.

બીજી તરફ અત્યારે જ અમદાવાદમાં ઉમીયાધામ ખાતે બીનઅનામત વર્ગના તમામ સમુદાયની એક બેઠક મળી રહી છે. અગાઉ પાસના ક્નવીનર તરીકે કામ કરી ચૂકેલા દીનેશ બાંભણીયાએ કહ્યું કે, ઉમીયાધામ, ખોડલધામ સહિત તમામ ધાર્મિક સંસ્થાઓ ઉપરાંત રાજપૂત સમાજ, બ્રહ્મ સમાજ અને અન્ય તમામ સમાજના અગ્રણીઓને આ બેઠકમાં બોલાવાયા છે અને તેમાં ઠરાવ કરાશે કે જે સરકાર પરિપત્ર સુધારશે તો બિનઅનામત વર્ગના મહિલાઓ કે જેઓએ અગાઉ જ પરીક્ષા પાસ કરી છે તેઓને અન્યાય થશે અને ફરી એક વખત રાજયવ્યાપી આંદોલન છેડાશે.


Loading...
Advertisement