પોરબંદરના ધરમપૂરના પાટીયા પાસે ગાંજાના જથ્થા સાથે મહિલા ઝબ્બે

12 February 2020 01:07 PM
Porbandar
  • પોરબંદરના ધરમપૂરના પાટીયા પાસે  ગાંજાના જથ્થા સાથે મહિલા ઝબ્બે

મુદામાલને કબ્જે કરી તપાસ શરૂ કરતી પોલીસ

(બી.બી.ઠક્કર) રાણાવાવ તા.12
પોરબંદરના ધરમપુરના પાટીયા પાસે દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે એક મહિલાને પોલીસે પકડી પાડી મુદામાલ કબ્જે કર્યો છે.
આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલ (આઇપીએસ) પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલ (આઇ.પી.એસ.)એ નશીલા પદાર્થો પીવાની અને વેચવાની બદી નેસ્ત નાબુદ કરવા એક જુંબેશ શરૂ કરેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી.ની અલગ-અલગ ટીમો વોચમાં હતી. તે દરમ્યાન હે.કો.કિશનભાઇ ગોરાણીયા તથા પો.કો.સમીરભાઇ જુણેજાને મળેલ ચોકકસ બાતમી આધારે પોલીસ ઇન્સપેકટર કે.આઇ.જાડેજા તથા એચ.સી.ગોહિલ પોલીસ સબ ઇન્પેકટર નાઓએ એસ.ઓ.જી.ની અલગ અલગ બે ટીમોથી ધરમપુરના પાટીયા પાસે આવેલ દેવીપુજકના ઝૂપડા કોર્ડન કરી રેઇડ કરતા આરોપીઓ વાલીબેન હરસુખ બચુભાઇ સોલંકી દેવીપુજક (ઉ.વ.62) રહે. ગાંજો કેફી પદાર્થ 734 ગ્રામ કુલ મુદામાલ 4404ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી ઉધોગનગર પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર કે.આઇ.જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.સી.ગોહીલ, તથા એસ.ઓ.જી. સ્ટાફના હે.કો. મહેબુબખાંન બેલીમ, કિશનભાઇ ગોરાણીયા, પો.કો. સમીરભાઇ જુણેજા, દેવેન્દ્રસિંહ ગોહીલ, ગિરીશભાઈ વાજા વિગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતાં.


Loading...
Advertisement