કેજરીવાલ-થ્રીની તૈયારી શરૂ: શપથવિધિ ભવ્ય હશે

12 February 2020 12:15 PM
Politics
  • કેજરીવાલ-થ્રીની તૈયારી શરૂ: શપથવિધિ ભવ્ય હશે

આજે ઉપરાજયપાલને મળી સરકાર રચવા દાવો કરશે વર્તમાન મુખ્યમંત્રી: 7 સભ્યોની જ કેબીનેટ

નવી દિલ્હી: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ હવે ફરી એક વખત રાજયમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળ નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થઈ છે અને જેમાં ભવ્ય વિજય મળ્યો છે તેવા જ ભવ્ય શપથવિધિ યોજવા માટેના ચક્રો ગતિમાન થયા છે.
આજે મુખ્યમંત્રી આવાસે આપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની એક બેઠક મળશે અને તેમાં શ્રી કેજરીવાલને સર્વાનુમતે પક્ષના ધારાસભા પાંચના નેતા તરીકે ચૂંટી કઢાશે. બાદમાં પણ કેજરીવાલ તથા તેમના સાથીદારો ઉપરાજયપાલ અનિલ વૈજલને મળીને સરકાર રચવાનો દાવો કરશે. ગત ચૂંટણીમાં કેજરીવાલ સરકારે 14 ફેબ્રુ વેલેન્ટાઈન દીને જ શપથ લીધા હતા અને હવે કાલે નવી સરકારની શપથવિધિ યોજાશે કે કેમ તેના પર સૌની નજર છે. જો કે અન્ય રાજયો કરતા કેન્દ્ર શાસનના રાજયોમાં સરકાર રચવા માટેની આમંત્રણ પ્રક્રિયા કંઈક અલગ છે. અહી લેફ. ગવર્નર સમક્ષ દાવા બાદ તે દાવા અને સભ્યોના ટેકાની યાદી લેફ. ગવર્નર કેન્દ્રીય ગૃહ મંત્રાલય મારફત રાષ્ટ્રપતિને મોકલે છે અને રાષ્ટ્રપતિ જ નવા મુખ્યમંત્રીની નિયુક્તિનો આદેશ આપવા માંગે છે અને પછી લેફ. ગવર્નર નવા મુખ્યમંત્રીની શપથવિધિ કરાશે. દિલ્હીમાં હાલ વિધાનસભા સંખ્યાબળ મુજબ ફકત સભ્યોનું મંત્રીમંડળ જેમાં મુખ્યમંત્રી પણ સામેલ છે તેટલી મર્યાદા છે.
જેથી આપના 62 સભ્યોમાંથી નવા જૂના નામોને પસંદ કરવામાં કેજરીવાલીની કસોટી હશે.


Loading...
Advertisement