કેજરીવાલનો સ્ટ્રાઈક રેટ 80% મોદી-શાહનો 20% રહ્યો

12 February 2020 12:03 PM
Politics
  • કેજરીવાલનો સ્ટ્રાઈક રેટ 80% મોદી-શાહનો 20% રહ્યો

દિલ્હીની ચૂંટણીમાં મોદીએ ઈરાદાપૂર્વક જ અંતર રાખ્યુ હતું : કેજરીવાલના 44 રોડ શો- સભાઓમાં 35 બેઠકો પર આપ વિજેતા :કેજરી સરકારના તમામ મંત્રીઓ- વિધાનસભા અધ્યક્ષ જીતી ગયા: અમિત શાહે 47 રેલી- રોડ શો યોજયા જેમાં 7માં ભાજપ વિજેતા : કેજરીવાલની નવી દિલ્હી બેઠકનો પ્રચાર પુર્વે સનદી અધિકારી- મિત્રો અને ફેમીલીએ સંભાળી લીધો હતા

નવી દિલ્હી: પાટનગરના ધારાસભા ચૂંટણીના પરિણામોએ એક તરફ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાટનગર દિલ્હીમાં લોકપ્રિયતાની કસોટી થઈ છે અને કેજરીવાલે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદની લોકપ્રિયતા અને ભાજપના પુર્વ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની રાજકીય મુત્સદીગીરીને પણ પછડાટ આપી છે તો બીજી તરફ કેજરીવાલે પ્રચારમાં પણ મોદી-શાહની જોડીને સ્ટ્રાઈક રેટમાં કયાંય પાછળ રાખી દીધો છે. દિલ્હીમાં જો કે કદાચ સમય પારખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફકત બે દિવસ જ પ્રચાર કર્યો હતો પણ અમિત શાહે તો ચૂંટણીની જાહેરાત પછી દિલ્હી છોડયું ન હતું. આમ આદમીના પ્રચારની તમામ જવાબદારી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર જ હતી. પક્ષના અન્ય તમામ પ્રથમ હરોળના નેતાઓ તેમની ખુદની બેઠકમાંજ વ્યસ્ત રહ્યા હતા જયારે કેજરીવાલની નવી દિલ્હીની બેઠકનો પ્રચાર તેમના પરિવારમાં પત્ની, પુત્ર, પુત્રી અને કેજરીવાલના વિશાળ મીત્ર વર્તુળોએ સંભાળી લીધો હતો જેમાં કોઈની રાજકીય ભૂમિકા ન હતી. આવકવેરા- એકસાઈઝ કસ્ટમ- સૈન્ય અને દિલ્હીના અનેક પુર્વ અધિકારીઓએ નવી દિલ્હીમાં કેજરીવાલની બેઠકની જવાબદારી સંભાળી લીધી હતી
અને ભંડોળની ચિંતા પણ નહી કરવા સૂચના આપી હતી જેમાં ચૂંટણી પંચના એક નિવૃત સીનીયર અધિકારી જેઓ ચૂંટણી ખર્ચના નિષ્ણાંત ગણાય છે. તેઓએ કાર્યાલયમાં છેલ્લા 15 દિવસ બેસી એક એક પાઈનો હિસાબ રાખ્યો હતો જેનાથી કેજરીવાલ સામે કોઈ પ્રશ્ર્ન જ ઉભો થઈ શકે નહી.
કેજરીવાલના પ્રચાર સામગ્રીમાં દિલ્હીની સ્કુલોના અને મહોલ્લા કલીનીકની તસ્વીરો હતી. નવી દિલ્હી પોશ વિસ્તાર અને જેઓ અનેક આંતરરાષ્ટ્રીય શાળામાં અને હોસ્પીટલે આપી છે ત્યાં પણ કેજરીવાલની સ્કુલોનો ડંડો વાગી ગયો હતો.
જો એકંદર પ્રચારની દ્રષ્ટીએ જોઈએ તો કેજરીવાલે કુલ 49 રેલી અને રોડ શો છેલ્લા 13 દિવસમાં કર્યા જેમાં 44 વિધાનસભા પક્ષનો કરાર કર્યો હતો અને તેમાં 35 બેઠકો પર આમ આદમી પાર્ટીનો વિજય થયો. અમિત શાહ 47 મતક્ષેત્રમાં 48 રેલી રોડ-શો કર્યા અને જે 47 મતક્ષેત્રમાં પક્ષનો પ્રચાર થયો જેમાં 7 ભાજપને મળી. વડાપ્રધાન મોદીએ 2 બેઠકો પર ભાજપનો પ્રચાર કર્યો જેમાં 1 ભાજપને મળી તો રાહુલ અને પ્રિયંકા ગાંધીએ બે બે દિવસ રેલી રોડ શો કુલ 4 બેઠકો પર કર્યા જેમાં મતને એકપણ મળી નથી.
તમામ મંત્રીઓ જીત્યા
દેશમાં રાજયો કે કેન્દ્રની ચૂંટણીમાં મંત્રીમંડળના સભ્યો જે ફરીથી ચૂંટણી લડતા હોય તેમાં અનેક પરાજીત થતા હોય છે પણ દિલ્હીમાં પ્રથમ વખત એવું બન્યું છે. કેજરીવાલ સરકારના તમામ મંત્રીઓ ચૂંટણી જીતી ગયા છે અને તેઓએ વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોપાલ પણ ચૂંટણી જીત્યા છે. રસપ્રદ બાબત એ છે કે લોકસભા ચૂંટણીઓ ભાજપનું જે વાવાઝોડું હતું તેમાં તમામ 7 લોકસભા બેઠક ભાજપે જીતી અને આપના અતિથિ, દિલીપ પાંડે, રાઘવ ચઢ્ઢા ત્રણેય લોકસભા હાર્યા હતા જે તેઓ વિધાનસભામાં જીતી ગયા છે તો દિલ્હીમાં 8 મહિલાઓ વિધાનસભા ચૂંટણી જીતી છે તે તમામ આમ આદમી પાર્ટીના મહિલા જીત્યા છે. કોંગ્રેસ પક્ષે 66 ઉમેદવાર છેલ્લા રાખ્યા હતા જેમાં 63ની ડિપોઝીટ ગઈ છે. ડિપોઝીટ ગુમાવનારામાં કોંગ્રેસની પ્રચાર સમીતીના અધ્યક્ષ કીર્તિ આઝાદના પત્ની પુનમ આઝાદ, દિલ્હી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ સુભાષ ચોપડાના પુત્રી શિવાનીનો પણ સમાવેશ થાય છે.


Loading...
Advertisement