માનવને ચંદ્ર અને મંગળ પર ઉતારવા ટ્રમ્પ સજજ, નાસાનું બજેટ વધારશે

12 February 2020 11:54 AM
India Technology World
  • માનવને ચંદ્ર અને મંગળ પર ઉતારવા ટ્રમ્પ સજજ, નાસાનું બજેટ વધારશે

વર્ષ 2021માં નાસાનું બજેટ વધીને 25 અબજ ડોલર કરાશે

વોશિંગ્ટન તા.12
માનવને ચંદ્ર અને મંગળ પર મોકલવાના અંતરીક્ષ એજન્સી નાસાના પ્રયાસને સહાયતા કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પે નાસાનું બજેટ 2021 માટે વધારીને 25 અબજ ડોલર કરવાનો પ્રસ્તાવ કર્યો છે. આ રકમ નાસાના વર્તમાન ફંડથી 12 ટકા વધારે છે. આ રકમનો લગભગ અડધો ભાગ માનવને ચંદ્ર પર અને મંગળ પર મોકલવા માટે છે.

નાસાના પ્રશાસક જિમ બ્રાઈડેન્સ્ટાઈને સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ બજેટમાં નાસા માટે 25 અબજ ડોલરથી વધારે રોકાણ છે. જેનાથી એજન્સીના વિજ્ઞાન, ઓરોનોટિકસ, ટેકનોલોજી કાર્યના પૂરા કાર્યક્રમને મજબૂત સહયોગ આપીને હ્યુમન સ્પેસ એકસ્પ્લોરેશન પ્રોગ્રામને મજબૂત કરી શકાય.

ઉલ્લેખનીય છે કે નાસા પોતાના આર્ટેમિસ કાર્યક્રમ અંતર્ગત વર્ષ 2024 સુધીમાં ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર માનવ અને પ્રથમ મહિલા ઉતારવા માગે છે. બ્રાઈડેન્સ્ટાઈને જણાવ્યું હતું કે આ બજેટ પ્રસ્તાવમાં ત્રણ અબજ ડોલર હયુમન લેન્ડીંગ સિસ્ટમના વિકાસ માટે માગવામાં આવ્યા છે.


Loading...
Advertisement