આલે લે ....તલાક બાદ પત્નીને પૈસા દેવા ન પડે તે માટે પતિએ રૂ.7 કરોડ સળગાવી નાખ્યા !

12 February 2020 11:51 AM
Off-beat World
  • આલે લે ....તલાક બાદ પત્નીને પૈસા દેવા ન પડે તે માટે પતિએ રૂ.7 કરોડ સળગાવી નાખ્યા !

કેનેડાનો બનાવ: સંપત્તિની જાણકારી ન આપવા બદલ પતિને દરરોજ દોઢ લાખ ચૂકવવાનો દંડ

કેનેડા, તા. 12
તલાક બાદ પત્નીને પૈસા ન આપવા પડે તે માટે એક બિઝનેસમેને 7.13 કરોડ રૂપિયા (10 લાખ ડોલર) સળગાવી નાખ્યા હતાં. અદાલતે આ મામલે અપમાનના બદલ 30 દિવસની સજા અને દરરોજ દોઢ લાખ રૂપિયા ચૂકવવાની સજા ફટકારી છે.

આ અંગેની વિગત એવી છે કે તલાક બાદ પત્નીને રકમ ન આપવી પડે તે માટે કેનેડાના એક બિઝનસમેન બ્રૂસ મેકકોનવિલે (ઉ.વ.55) એ 7.13 કરોડ રૂપિયા (10 લાખ ડોલર) સળગાવી નાખ્યા હતાં. આ રકમ તેણે ગત વર્ષે સપ્ટેમ્બર અને ડિસેમ્બરમાં સળગાવી હતી, જો કે તેના કોઈ પુરાવા નથી પણ તેણે આ બાબતનો સ્વીકાર કર્યો છે.

અદાલતની અપમાન બદલ તેને 30 દિવસની સજા ફટકારાઈ છે. બ્રુસે અદાલતને જણાવ્યુ હતું કે તે પત્નીની તલાક પ્રક્રિયાથી કંટાળી ગયો હતો, એટલે પૈસા સળગાવી નાખ્યા હતાં. જજ કેવિને જણાવ્યુ હતું કે દાઝ કાઢવા માટે તે માત્ર અદાલતની મજાક નથી ઉડાવી પણ તારા બાળકોના હિતો સામે પણ આંખ આડા કાન કર્યા છે. અદાલતે બ્રુસને સંપતિની જાણકારી ન આપવા સબબ દરરોજ લગભગ દોઢ લાખ (2 હજાર ડોલર) દંડ ભરવાનું પણ કહ્યુ હતું.


Loading...
Advertisement