રાહત! દવાની જેમ મેડીકલ સાધનોમાં પણ કવોલીટી-ભાવ નિમંત્રણ મુકાશ

12 February 2020 11:47 AM
Health
  • રાહત! દવાની જેમ મેડીકલ સાધનોમાં પણ કવોલીટી-ભાવ નિમંત્રણ મુકાશ

સ્ટેન્ડ, ઈમ્પ્લાન્ટ સહિત હાલમાં માત્ર 30 ડિવાઈસીસ નિયંત્રીત છે

મુંબઈ તા.12
દેશમાં વેચાતા તમામ મેડીકલ ડિવાઈસીસનું ‘ડ્રગ્સ’ તરીકે નિયંત્રણ કરવામાં આવશે અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટીકસ એકટના કાર્યક્ષેત્રમાં લાવવામાં આવશે.
સરકારે જણાવ્યું છે કે ડાયગ્નોસીસ, મોનીટરીંગ, ટ્રીટમેન્ટ, ઈન્વેસ્ટીગેશન અને જીવન ટકાવવા માટે ઉપયોગમાં લેવાતા મેડીકલ ડિવાઈસીસ અને મેડીકલ ટેકનોલોજીને ચાલુ વર્ષના એપ્રિલથી ‘ડ્રગ્સ’ની કેટેગરીમાં મુકવામાં આવશે.
હાલમાં સિરીન્જ, કાર્ડિયાક સ્ટેન્ટ અને ઓર્થોમેટીક ઈમ્પ્લાન્ટસ સહિત 30 ડિવાઈસીસને ડ્રગ્સ તરીકે વર્ગીકૃત કરાયા છે, જયારે અનેક મેડીકલ ટેકનોલોજી કંપનીઓ મોટાભાગે અનિયંત્રીત છે. ડ્રગ્સની કેટેગરીમાં લવાતા તેમના ભાવનું નિયંત્રણ થઈ શકશે, અને નિયમભંગ માટે કોર્ટમાં કાર્યવાહી થઈ શકશે.
15 અબજ ડોલરની મેડીકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રી 70-80% આયાત આધારીત છે. સીટી અને એમઆઈઆર સ્કેનર, કાર્ડીયાક સ્ટેન્ટ, ઓર્થોપેડીક ઈમ્પ્લાન્ટ, સિરીન્જ, સર્જીકલ ગ્લોવ્સ ગ્લુકોમીટર અને ક્રિટીલ કેર ઈકિવપમેન્ટનો એમાં મોટો હિસ્સો છે.
ડ્રગ્સ હેઠળ મેડીકલ ડિવાઈસીસને લાવવામાં આવતા કવોલિટી, સર્ટીફીકેશન અને પ્રાઈસીંગ સરકારની દેખરેખ હેઠળ આવશે. દર વર્ષે વાર્ષિક 10% વધારાની કાયદા હેઠળ છૂટ અપાશે. જો કે તમામ ડિવાઈસીસનું જોખમના આધારે વર્ગીકરણ કરી ક્રમશ: નિયંત્રણ હેઠળ લવાશે.


Loading...
Advertisement