તમામ ચલણી નોટોનું ક્રોસ વેરીફીકેશન કરવા બેન્કોને આદેશ

12 February 2020 11:30 AM
Government India
  • તમામ ચલણી નોટોનું ક્રોસ વેરીફીકેશન કરવા બેન્કોને આદેશ

રિઝર્વ બેન્ક દબાતા પગલે રૂા.2000ની નોટો પાછી ખેચી રહી છે?: રૂા.2000ની ચલણી નોટો એટીએમમાં નહી નખાય: કેસેટ-બદલી રૂા.100ની નોટો માટે યોગ્ય કરવા સૂચના :રિઝર્વ બેન્કે મલ્ટી બેન્ક કરન્સી ચેસ્ટ પાસેથી રૂા.2000ની તમામ નોટો પરત મંગાવી લીધી

નવી દિલ્હી: દેશમાં નોટબંધી બાદ દાખલ કરાયેલી રૂા.2000ની ગુલામી ચલણી નોટોમાં કઈ રંધાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં કરન્સીમાંથી રૂા.2000ની ચલણી નોટો સાવ જોવા મળે નહી તેવા સંકેત છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોદી સરકાર આડકતરી રીતે રૂા.2000ની નોટોની નોટબંધી લાદી રહી છે. હાલમાં જ રૂા.2000ની બનાવાઈ ચલણી નોટો પડકાવવાના અને ખાસ કરીને પાકિસ્તાનમાં ભારતના આ સૌથી મોટા ચલણની ડુપ્લીકેટ નોટ છાપીને ભારતમાં ઘુસાડવાનું જબરુ ષડયંત્ર કર્યુ હોવાનો ઘટ્ટસ્ફોટ થયો.

હાલમાં જ દુબઈથી આવેલા એક મુસાફર પાસેના રૂા.24 લાખના ભારતીય ચલણમાં રૂા.23.86 લાખની રૂા.2000ની બનાવટી ચલણી નોટો હતી જે સીકયોરીટી ફિવરમાં પણ અસલી નોટ જેવી જ હતી જેનાથી રિઝર્વ બેન્ક ચોકી ઉઠે છે આ નોટો પાક.માં પ્રિન્ટ થઈ હોવાનું અને વિવિધ માર્ગ ભારતમાં ઘુસાડાઈ કરી હોવાનું ખુલ્યું છે. જો કે ફકત બનાવટી ચલણી નોટોના કારણે જ રૂા.2000 થી ચલણી નોટો રિઝર્વ બેન્ક પરત ખેચી રહી નથી. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ રિઝર્વ બેન્કે એટીએમ સેવા પુરી પાડનાર કંપનીઓને હાલના એટીએમમાં રૂા.2000ની નોટો માટેની જે કેસેટ છે તેના સ્થાને રૂા.100ની નોટોની કેસેટ ગોઠવવા આદેશ આપ્યો છે.

ઉપરાંત શુક્રવારે રિઝર્વ બેન્કે અનેક મોટી બેન્ક શાખામાં જે વિશાળ કરન્સી ચેસ્ટ છે તેની પાસેથી રૂા.2000ની તમામ ચલણી નોટો રિઝર્વ બેન્કમાં જમા કરાવવા આદેશ આપ્યો છે. આ કરન્સી ચેસ્ટમાં રિઝર્વ બેન્કની કરન્સી રહે છે જે બેન્કની સૂચના મુજબ અન્ય બેન્કોને કરન્સી પુરી પડાય છે. બીજી તરફ બેન્કોને રૂા.2000ની ચલણી નોટો સ્વીકારવા અને તેની ચકાસણી કરવાની પણ સૂચના છે.

સૂત્રોના જણાવ્યા મુજબ તમામ બેન્કો જેની પાસે જે ચલણી નોટો છે તેનું 100% વેરીફીકેશન કરી તેનું સર્ટીફીકેટ જે તે બ્રાન્ચ મેનેજરે સહી કરી આપવાનું રહેશે. દેશમાં બોગસ કરન્સી નોટો ઝડપવા રૂા.2000ની નોટોનું પ્રમાણ 53.5% રહ્યું છે. બેન્ક શાખાએ બનાવટી ચલણી નોટો ઝડપવા માટેના ખાસ મશીનથી સજજ છે છતાં પણ ચલણમાં મોટાપાયે તે ઘુસી ગઈ છે અને બેન્કોમાં પણ તે ‘જમા’ થઈ જાય છે. નોટબંદી સમયે એક જ સાથે મોટી કેશ સીસ્ટમમાં નાખવા રૂા.2000ની ચલણી નોટો જ પ્રથમ માધ્યમ હતી પણ હવે સરકારે નવી રૂા.2000ની નોટો જ છાપવાનું બંધ કર્યુ છે. ચલણમાં રૂા.2000ની નોટો તેના જથ્થા મુજબ નથી તેવી સંગ્રહ થઈ ગઈ હોય તેવી પણ ચિંતા છે.

સરકાર હવે રૂા.500થી મોટા ચલણની નોટો જ સીસ્ટમમાં ન હોય તેવી પણ રચના કરી રહી છે. સરકારના સૂત્રોએ સ્વીકાર્યુ કે કદાચ રૂા.2000ની નોટો પરત નહી ખેચાય તો પણ તેનું ચલણ મર્યાદીત સરકાર કંટ્રોલ કરી શકે તેવી સ્થિતિમાં લાવવા માંગે છે.


Loading...
Advertisement