વરસાદના 1 ટીપામાંથી 100 એલઇડી બલ્બ પેટાવી શકાય એવા જનરેટરની શોધ થઇ

12 February 2020 11:21 AM
India Technology World
  • વરસાદના 1 ટીપામાંથી 100 એલઇડી બલ્બ પેટાવી શકાય એવા જનરેટરની શોધ થઇ

યુનિવર્સિટી ઓફ હોન્ગકોન્ગના મેકેનિકલ એન્જિનિયરીંગ ડિપાર્ટમેન્ટના વૈજ્ઞાનિકોએ વરસાદના પાણીના એક ટીપામાંથી 100 એલઇડી બલ્બ પ્રકાશિત કરતા જનરેટરનું સંશોધન કર્યુ છે. આ હાઇ કેપેસિટી જનરેટર ઇલેકિટ્રસીટી પાવર જનરેશનની દુનિયામાં પ્રભાવક સાબિત થાય એવા સંશોધનની માહિતી જર્નલ નેચરના તાજા અંકમાં પ્રગટ થયેલા લેખમાં આપવામાં આવી છે.

આ જનરેટરમાં 15 સેન્ટિમીટરની ઉંચાઇથી પાણીનું 100 માઇક્રોલિટરનું ટીપું 140 વોલ્ટ ઉર્જા પેદા કરી શકે છે. યુનિવર્સિટી ઓફ હોન્ગકોન્ગના વૈજ્ઞાનિકોને ઘણાં વર્ષો સુધી આ પ્રોજેકટ પર કામ કર્યા બાદ તાજેતરમાં સફળતા મળી છે.


Loading...
Advertisement