મહેશ ભટ્ટની ડિજીટલ ડેબ્યુ સિરીઝમાં લિલેટ દુબેની એન્ટ્રી

12 February 2020 11:07 AM
Entertainment
  • મહેશ ભટ્ટની ડિજીટલ ડેબ્યુ સિરીઝમાં લિલેટ દુબેની એન્ટ્રી

70ના દાયકાની અભિનેત્રી-ફિલ્મમેકરના સંબંધો પર આધારિત આ વેબ-શોમાં તાહિર રાજ ભસીન, અમૃતા પુરી અને અમાલા પોલ મુખ્ય કલાકારો તરીકે જોવા મળશે

અમદાવાદ :
બોલીવુડના જાણીતા ફિલ્મમેકર મહેશ ભટ્ટ જિયો સ્ટુડિયોઝ અને વિશેષ ફિલ્મ્સ સાથે મળીને એક વેબ-સિરીઝ બનાવી રહ્યા છે જેમાં 70ના દાયકાની ટોચની અભિનેત્રી અને સ્ટ્રગલિંગ ફિલ્મમેકરના સંબંધોની વાત હશે. મહેશ ભટ્ટ આ વેબ સિરીઝથી ડિજીટલ ડેબ્યુ કરી રહ્યા છે. અગાઉ 2006માં શાઇની આહુજા અને કંગના રનોટ સાથે વો લમ્હેં બનાવ્યા બાદ આ વેબ-સિરીઝ પણ તેમના અને પરવીન બાબીના સંબંધ પર આધારિત છે એવું કહેવાય છે.

આ શોમાં તાહિર રાજ ભસીન (છીછોરે, મર્દાની), અમૃતા પૂરી (બલડ મની કાઇપો છે) અને અમાલા પોલ (સાઉથ ઇન્ડિયન એકટ્રેસ) સહિતના કલાકારો છે. હવે આ કાસ્ટમાં દિગ્ગજ અભિનેત્રી લિલેટ દુબેની એન્ટ્રી થઇ છે. તેઓ તાહિર રાજ ભસીનની માતાનો રોલ કરશે. લિલેટ દુબે ‘કલ હો ના હો, બાગબાન, હાઉસફૂલ, ફના જેવી અનેક ફિલ્મો માટે જાણીતાં છે. આ ઉપરાંત તેમણે ઝીફાઇવની અકુરી અને એમએકસ પ્લેયરની કવીન જેવી વેબ-સિરીઝમાં પણ કામ કર્યુ છે.


Loading...
Advertisement