લતા મંગેશકર અને આશા ભોસલેનો બાળપણનો ફોટો શેર કર્યો બિગ બીએ

12 February 2020 11:02 AM
Entertainment
  • લતા મંગેશકર અને આશા ભોસલેનો બાળપણનો ફોટો શેર કર્યો બિગ બીએ

અમિતાભ બચ્ચને હાલમાં જ સોશ્યલ મીડિયા પર લતા મંગેશકર અને આશા ભોસલેનો બાળપણનો ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તેઓ ફ્રોકમાં જોવા મળી રહ્યાં છે. લત્તા

મંગેશકરે ગઇકાલે જ તેમના ગુરૂઓની પુણ્યતિથિ હોવાથી તેમને યાદ કર્યા હતાં. એ જ દરમ્યાન અમિતાભ બચ્ચનને તેમનો બાળપણનો ફોટો મળ્યો હતો. આ ફોટો શેર કરી બિગ બીએ ટવીટ કર્યુ હતું કે લતાજી અને આશાજીનો આ બાળપણનો ફોટો છે. આજે લતાજીએ તેમના ગુરૂઓને કેવી રીતે યાદ કર્યા એ વિશેની ટવીટ મેં જોઇ હતી. અચાનક એ જ સમયે મને તેમનો આ ફોટો મળી આવ્યો હતો. ટેલિપથી.


Loading...
Advertisement