તેજસ એકસપ્રેસમાં સામાન લઈ જવા વિમાન જેવી ફોર્મ્યુલા: વધુ લગેજ માટે ચાર્જ

12 February 2020 11:02 AM
India Travel
  • તેજસ એકસપ્રેસમાં સામાન લઈ જવા વિમાન જેવી ફોર્મ્યુલા: વધુ લગેજ માટે ચાર્જ

મુંબઈ તા.12
મુંબઈ-અમદાવાદ તેજસ એકસપ્રેસ ટ્રેનનું સંચાલન કરી રહેલી ઈન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) એ લગેજના નિયમોનો સખ્તાઈથી પાલન કરાવવા નિર્ણય લીધો છે.
નિયમ મુજબ એકઝીકયુટીવ ચેરકારના મુસાફરને 70 કિલો લોનની છૂટ છે, જયારે ચેરકારમાં પ્રયાસ કરી રહેલા 40 કિલો લગેજ લઈ જઈ શકે છે. આઈઆરસીટીસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે વધારાનું લગેજ અથવા નિયમ મુજબના આકારમાં નહીં હોય તો પેસેન્જર પાસેથી રૂા.109નો વધારાનો ચાર્જ લેવાશે.
અન્ય લાંબા અંતરની ટ્રેનોમાં પણ લગેજ નિયમો છે, પણ મેનપાવર અને વજન તોળવાના કોટાના અભાવે એનો અમલ કરાતો નથી. બીજી બાજુ, તેજસ એકસપ્રેસમાં દરેક કોચમાં હોસ્ટેલ સહિત 3 એટેન્ટેન્ડ હોય છે, જેથી અધિકારીઓ માને છે કે લગેજ ચેકીંગ સરળ બનશે.
આઈઆરસીટીસીના અધિકારીઓએ એવો તર્ક રજુ કર્યો છે કે લગેજ નિયમોનો અમલ એ કારણસર જરૂરી છે. તમામ પેસેન્જરોને સામાન રાખવાની જગ્યા મળી રહે અને દરવાજા બંધ થઈ જાય એ પહેલા પેસેન્જરો ઉતરી શકે.
દરેક મુસાફરને નિશુલ્ક પ્રમાણમાં લગેજ લઈ જવા દેવામાં આવે છે. પાંચ વર્ષથી 12 વર્ષના બાળકોને મહતમ 50 કિલો સુધી વજન લઈ જવા દેવામાં આવે છે. ઉનાળાના પ્રારંભથી લગેજ નિયમોનો અમલ કરાવવામાં આવશે.
મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી તેજસ એકસપ્રેસ 17 જાન્યુઆરીએ શરુ થઈ હતી અને એમાં દરરોજ 950 મુસાફરો યાત્રા કરે છે.


Loading...
Advertisement