જીત બાદ મંદિરથી પરત ફરી રહેલા AAP ધારાસભ્યના કાફલા પર હુમલો, 1નું મોત

12 February 2020 08:40 AM
Politics
  • જીત બાદ મંદિરથી પરત ફરી રહેલા AAP ધારાસભ્યના કાફલા પર હુમલો, 1નું મોત
  • જીત બાદ મંદિરથી પરત ફરી રહેલા AAP ધારાસભ્યના કાફલા પર હુમલો, 1નું મોત

નવી દિલ્હી: દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ યોજાયેલી વિધાનસભા ચૂંટણીના કાલે પરિણામ જાહેર થયા જેમાં દિલ્હીની મહરૌલી વિધાનસભા બેઠક પરથી AAP ઉમેદવાર નરેશ યાદવે ભાજપના કુસુમ ખત્રીને 18161 મતોથી હરાવીને વિજય મેળવ્યો છે.

મહરૌલી વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય નરેશ યાદવના કાફલા પર હુમલો થયો જેમાં એક વ્યક્તિનું મોત થયા હોવાનું બહાર આવ્યું છે. ધારાસભ્ય યાદવ મંદિરથી પરત ફરી રહ્યાં હતા ત્યારે આ જીવલેણ હુમલામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે. આમ આદમી પાર્ટીએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી આ અંગેની જાણકારી આપતા ટ્વીટ કર્યું છે.

આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, “ મંદિરથી પરત ફરતી વખતે આપના ધારાસભ્ય નરેશ યાદવ અને તેમના સમર્થકો પર ગોળીબાર કરવામાં આવ્યો. ગોળી વાગવાથી એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ છે. ”

AAP નેતા સંજય સિંહે ટ્વીટ કરી લખ્યું છે કે, “મહરૌલી ધારાસભ્ય નરેશ યાદવના કાફલા પર હુમલો અશોક માનની સરેઆમ હત્યા. આ છે દિલ્હીમાં કાનૂન રાજ. મંદિરથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા નરેશ યાદવ”


Loading...
Advertisement