રાજકોટ અમદાવાદ હાઇવે પર દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન, ચોટીલા પાસે વાહનોની અવરજવર બંધ

12 February 2020 01:23 AM
Ahmedabad Gujarat
  • રાજકોટ અમદાવાદ હાઇવે પર દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન, ચોટીલા પાસે વાહનોની અવરજવર બંધ
  • રાજકોટ અમદાવાદ હાઇવે પર દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન, ચોટીલા પાસે વાહનોની અવરજવર બંધ
  • રાજકોટ અમદાવાદ હાઇવે પર દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન, ચોટીલા પાસે વાહનોની અવરજવર બંધ

રાજકોટ : ચોટીલા હાઇવે 1 કલાકથી ચક્કાજામ સર્જાયો છે. દલિત સમાજ દ્વારા રસ્તા ઉપર વિરોધ પ્રદર્શન કરતા રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર વાહનોની લાંબી કતારો લાગતાં ટ્રાફિક જામ સર્જાયા છે.

ચોટીલાની એક હોસ્ટેલમાં રહી શાળામાં અભ્યાસ કરતી સગીરાનું સંચાલક દ્વારા માનસિક અને શારીરિક શોષણ થયાના આક્ષેપ સાથે મંગળવાર રાત્રે દલિત સમાજના લોકો દ્વારા ચોટીલા ખાતે અમદાવાદ-રાજકોટ હાઇવે પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ દરમિયાન રોડ પર ટાયર સળગાવવામાં આવતા લગભગ એક કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે પોલીસે ઘટનાસ્થળે દોડી આવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.

વિદ્યાર્થીનીએ હાથ પર બ્લેડના કાપા માર્યા
પ્રાપ્ત માહિતી અનુસાર ચોટીલા થાનગઢ રોડ ઉપર આવેલ એક હોસ્ટેલમાં રહી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આજે હાથ પર બ્લેડના કાપા મારી લીધા હતાં. વાલીઓનો આક્ષેપ છે કે હોસ્ટેલ સંચાલક દ્વારા વિદ્યાર્થીનીઓનું શારિરીક અને માનસિક શોષણ કરવામાં આવી રહ્યું હોવાના કારણે સગીરાએ આ પગલું ભર્યું છે. ઘટનાને પગલે સગીરાના પરિવાજનોએ હોસ્ટેલ અને શાળામાં હંગામો મચાવ્યો હતો. જેથી હોસ્ટેલ સંચાલક ત્યાંથી ફરાર થઇ ગયા હતા અને પોલીસે ઘટનાસ્થળે દોડી આવી ફરિયાદ લેવાની તજવીજ હાથધરી હતી.

ચોટીલા પીઆઈના જણાવ્યા અનુસાર પોલીસે હાઈવે ખોલાવી ટ્રાફિક પૂર્વવત કર્યો છે. ફરિયાદની કાર્યવાહી ચાલુ છે.


Loading...
Advertisement