બજેટ સત્ર : વડાપ્રધાન-ટ્રમ્પની મુલાકાત મુદ્દે સીએમ બંગલે બેઠક

11 February 2020 07:34 PM
Rajkot Government Gujarat
  • બજેટ સત્ર : વડાપ્રધાન-ટ્રમ્પની મુલાકાત મુદ્દે સીએમ બંગલે બેઠક

કેબીનેટ મંત્રીઓ, અધિક મુખ્ય સચિવ, વિવિધ ખાતાના સચિવો બેઠકમાં હાજર : એલઆરડી ભરતી વિવાદ-ઠરાવ મુદ્દે પક્ષમાં જ વિરોધ મામલે ચર્ચાઓ

ગાંધીનગર તા.11
ગુજરાત વિધાનસભાના બજેટસત્ર ને આખરી ઓપ આપવા તેમજ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની 17મી ફેબ્રુઆરીની સંભવત: ગુજરાત મુલાકાત ના પગલે આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વની બેઠક બોલાવવામાં આવી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બેઠકમાં ખાસ કરીને આગામી 17મી તારીખે વડાપ્રધાનના ગાંધીનગર ખાતેના કાર્યક્રમ મામલે તેમજ બજેટ અને અને ટ્રમ્પ ની ગુજરાત મુલાકાત ને લઈ ને બેઠક બોલાવવામાં આવી છે. તો બીજી તરફ આજની આ મહત્વની બેઠકમાં લોકરક્ષક દળ ભરતી મામલે અનામત અને બિન અનામત ઉમેદવારો વચ્ચે ચાલતા 1/8/2018 ના વિવાદાસ્પદ પરિપત્ર મામલે પણ વિજયભાઈ રૂપાણી દ્વારા કેબિનેટ પ્રધાનો અને કાયદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે આ મુદ્દે ઉકેલ શોધવા પ્રયત્ન કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે.
અત્રે નોંધનીય છે કે લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયા માં ઉભી થયેલી વિસંગતતાના કારણે અનામત અને બિનઅનામત ઉમેદવારો આમને-સામને આવી ગયા છે. તો બીજી તરફ ભાજપના ધારાસભ્યો સાંસદો પણ આ મામલે સરકારને ભીસમાં મૂકી દેશે તેવી ભીતિ ના કારણે મુખ્યમંત્રી નિવાસસ્થાને તાત્કાલિક આ બેઠક બોલાવવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
તો બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ની 24 અને 25 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાત મુલાકાત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. જેના પગલે વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સુરક્ષાના મામલે પણ મુખ્યમંત્રી નિવાસસ્થાને પ્રેઝન્ટેશન દ્વારા સુરક્ષા કવચ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે સાથે એરપોર્ટ થી ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમ સુધીના જાહેર માર્ગો ઉપર વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ભવ્યાતિભવ્ય સ્વાગત માટે વિભાગ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી હતી. જ્યારે આજે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે તે મામલે પણ બેઠક માં ચર્ચા વિમર્શ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
નોંધનીય છે કે આગામી ફેબ્રુઆરી મહિનામાં આવી રહેલું બજેટ ઉપરાંત 17મી ફેબ્રુઆરીએ સંભવત: નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત ત્યારબાદ 24 અને 25 ફેબ્રુઆરીએ ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના મહેમાન બની રહ્યા છે જેના કારણે રાજ્ય સરકાર બંને મહાનુભાવોના સુરક્ષાથી લઈને સ્વાગત સહિતના તમામ બાબતો ઉપર કોઇ કચાશ રાખવા માંગતા નથી જેના કારણે ગૃહ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલું અભેદ્ય સુરક્ષા કવચ અને વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી સ્વાગત સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે આ બેઠક મળી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
તો બીજી તરફ આજની બેઠકમાં બજેટ મામલે પણ વિજયભાઈ રૂપાળી કેબિનેટ પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓ સહિત નાણાં વિભાગ સાથે પરામર્શ કરીને બજેટને આખરી ઓપ આપવા મિટિંગમાં કેટલાક નિર્ણયો કરશે તેમ મનાઈ રહ્યું છે .જેના કારણે આજે મુલાકાતી અને ધારાસભ્યોનો મળવાનો દિવસ હોવા છતાં પણ મુખ્યમંત્રી નિવાસસ્થાને આયોજિત બેઠકમાં આખુ પ્રધાનમંડળ તેમના પીએ પીએસ અને ફાળવાયેલ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે દોડી ગયું છે. જેના કારણે અરજદારો અને નાગરિકોને માત્ર મંત્રીઓની ખાલી ચેમ્બર ના જ દર્શન થઈ રહ્યા છે.વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને મળેલી આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ મહેસુલ મંત્રી કૌશિકભાઈ, તેમજ મંત્રી સૌરભભાઈ પટેલ સહિત કેબીનેટ મંત્રીઓ હાજર રહ્યા હતા.


Loading...
Advertisement