સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ ભાજપ પર ભડક્યા, કહ્યું..તમે મંદિર બનાવો કે મસ્જિદ…

11 February 2020 04:52 PM
India
  • સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ ભાજપ પર ભડક્યા, કહ્યું..તમે મંદિર બનાવો કે મસ્જિદ…

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કડેય કાટજૂ પોતાના વિવાદિત નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ફરીવાર તેમણે ટ્વીટ કરીને વિવાદિત ટિપ્પણી કરી છે. મંદિર-મસ્જિદના નિર્માણને લઈને તેમણે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું

તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, તમે મંદિર બનાવો કે મસ્જિદ, અમીર લોકો મંદિર અંદર દુવા માંગશે અને ગરીબ મંદિરની બહાર ભીખ માંગશે.

આપને જણાવી દઈએ કે, માર્કડેય કાટજુનું આ નિવેદન એવા સમયે આવ્યું, જ્યારે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટના સદસ્યોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે મસ્જિદ માટે જમીનની પણ જાહેરાત કરવામાં આવી છે.

તેમના આ ટ્વિટને લગભગ 24 હજાર લોકોએ લાઈક કરી છે. કેટલાક લોકોએ તો કાટજૂના નિવેદનનું સમર્થન પણ કર્યું છે, તો ઘણા લોકોએ કાટજૂને ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ પત્રકાર અર્નબ ગોસ્વામી અને સ્ટેન્ડ અપ કોમેડિયન કૃણાલ કામરાની વચ્ચે વિવાદને લઈને પણ કાટજૂનું નિવેદન સામે આવ્યું હતું.

તે સમયે કાટજૂએ કહ્યું કે, જો તે કૃણાલ કામરાને બદલે ફ્લાઇટમાં હોત તો તે અર્નબ ગોસ્વામી સાથે ખરાબ રીતે વાત કરી હોત. તેમણે ટ્વિટ કર્યું હતું કે, કામરાને ફ્લાઈટમાં અયોગ્ય વર્તન કર્યું હતું, જેને પગલે કેટલીક એરલાઇન્સ કંપનીઓએ તેમના પર પ્રતિબંધ મૂક્યો છે. જો હું વિમાનમાં હોત તો હું ખરાબ બોવી શક્યો હોત (અર્ણબને), કારણ કે હું તેમને પત્રકારત્વની દુનિયામાં કલંક માનું છું. આ ઉપરાંત તેમને જણાવ્યું કે, જોઈએ કે શું એરલાઇન કંપનીઓને મારા પર પણ પ્રતિબંધ મૂકવાની હિંમત છે કે કેમ?”


Loading...
Advertisement