હવે મોદી સરકાર લાવી રહી છે નવી નોટ, જાણો વિગતો ...

11 February 2020 04:31 PM
Government India
  • હવે મોદી સરકાર લાવી રહી છે નવી નોટ, જાણો વિગતો ...

બે હજાર, પાંચસો, બસો, સો, પચાસ, વીસ, દસ બાદ હવે મોદી સરકાર 1 રૂપિયાની નવી નોટ બહાર પાડશે. 1 રૂપિયાની આ નોટોની પ્રિન્ટિંગ ભારતીય રિઝર્વ બેન્ક નહીં પરંતુ નાણા મંત્રાલય કરશે.

સરકારે એક ગેઝેટ નોટિફિકેશનમાં 1 રૂપિયાની નવી કરન્સી નોટ જારી કરવા અંગે જાણકારી આપી છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગેઝેટ નોટિફિકેશનમાં નવી એક રૂપિયાની નોટના રંગ, માનક વજન અને ડિઝાઇન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

કેવી હશે આ નવી નોટ?
*આ એક રુપિયાની નવી નોટમાં ‘ભારત સરકાર’ લખેલું હશે.
*આ ‘Government of India’ઠીક ઉપર લખેલું હશે.
*આ નોટ પર વિત્ત સચિવ અતનુ ચક્રવર્તીની હિન્દી અને અંગ્રેજી ભાષામાં સહી હશે.
*નવી નોટ પર ઘણા વોટરમાર્ક હશે. આજ કડીમાં અશોક સ્તંભ હશે, પરંતુ ‘સત્યમેવ જયતે’ તેની સાથે અંકિત કરવામાં આવશે નહીં.
*નોટનાં કેન્દ્રમાં ‘1’ છપાયેલું હશે. એ જ રીતે, “ભારત” જમણી બાજુએ ઉભી સ્ટાઈલમાં લખવામાં આવશે. તે પણ છુપાયેલ હશે.
*નોટની જમણી બાજુ નીચેની તરફ કાળી પટ્ટીમાં નંબરિંગ પેનલ હશે. આ નોટ પર પહેલા ત્રણ અલ્ફાન્યૂમેરિક કેરેક્ટર્સ એક સાઇઝમાં લખવામાં આવેલા હશે.
*રૂપિયાના સિમ્બોલની સાથે જ અનાજની ડિજાઇન પણ બની હશે, જે દેશની કૃષિને દર્શાવશે.
*નોટ પર ‘Sagar Samrat’ નું પણ ચિત્ર હશે, જે દેશની ઓઇલ એક્સપ્લોરેશનને દર્શાવશે.
*આ નોટનો રંગ મુખ્યત્વે ગુલાવી અને લીલો હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ નોટ પર અન્ય રંગોનો પણ ઉપયોગ કરવામાં આવી શકે છે. એક રૂપિયાના આ નોટની સાઇઝ 9.7 x 6.3 સેન્ટી મીટર હશે. એક રૂપિયાની નવી નોટ પર મલ્ટી ટોન પર અશોક પિલરનો વૉટરમાર્ક છે. ડાબી તરફ ઉપરથી નીચે તરફ ભારત લખેલુ હશે.


Loading...
Advertisement