અન્ડર-19 વર્લ્ડ કપનાં ફાઈનલનો ઘટનાક્રમ

11 February 2020 02:51 PM
India Sports
  • અન્ડર-19 વર્લ્ડ કપનાં ફાઈનલનો ઘટનાક્રમ

બાંગ્લાદેશનાં ત્રણ-ભારતના બે ખેલાડીઓ સામે આઈસીસીના પગલા : 4 થી 10 મેચનું સસ્પેન્શન

દુબઇ,તા. 11
અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપના ફાઈનલમાં ભારત સામ જીત મળ્યા બાદ બાંગ્લાદેશી ખેલાડીઓએ કરેલા તોફાની વર્તન સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે પાંચ ખેલાડીઓ સામે પગલા લેવાનું જાહેર કર્યું છે. બાંગ્લાદેશનાં ત્રણ તથા ભારતના બે ખેલાડીઓ સામે પગલા લેવાશે.

બાંગ્લાદેશનાં નૌહિદ, હરીદત, શકીમ હોસીન અને રકીબુલ હસન તથા ભારતના આકાશ સિંઘ અને રવિ બિશ્નોઇ સામે આઈસીસીની આચારસંહિતાનાં નિયમોમાં ભંગ બદલ ચાર થી દસ મેચોનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલે કહ્યું હતું કે મેચ ભલે રસાકસીભર્યો બન્યો હતો પરંતુ મેચ પત્યા પછીના ઘટનાક્રમ-ગાળાગાળી આક્રમકતાનાં દ્રશ્યોને રમતમાં કોઇ સ્થાન નથી.

ક્રિેકેટમાં સ્પીરીટ મહત્વની છે. ખેલાડીઓએ સ્વયંશિસ્ત દર્શાવવાની હોય છે. હરિફ ટીમોએ એકબીજાને અભિનંદન કે હાર્ડલક કહેવાના હોય છે. વિજેતા ટીમે માત્ર જીત ઉજવવાની હોય છે.

વર્લ્ડકપ સ્પર્ધામાં સૌથી વધુ 16 વિકેટ લેનાર ભારતીય સ્પીનર રવિ બિશ્નોઇને બે ડીમેઇટ પોઇન્ટ પણ ફટાકરવામાં આવ્યા છે.

ભારત સામેનો મેચ જીત્યા બાદ બાંગ્લાદેશનાં તમામ ખેલાડીઓ મેદાન પર ધસી આપ્યા હતાં. અપશબ્દો-ગાળાગાળી કરતા મામલો બીચક્યો હતો અને ધક્કામુક્કીનાં દ્રશ્યો સર્જાયા હતાં. આ ઘટનાક્રમ બાદ બાંગ્લાદેશનાં કપ્તાન અકબર અલીએ માફી પણ માંગી હતી.


Loading...
Advertisement